New Delhi News/ SIR વિવાદમાં સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, ECIને નોટિસ; કહ્યું- સમાચારના આધારે આદેશ નહીં

SIR પ્રક્રિયાને લઈને ચાલી રહેલા વિવાદ (SIR Controversy)માં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે

Top Stories India
SIR (Special Intensive Revision) પ્રક્રિયાને લઈને ચાલી રહેલા વિવાદ (SIR Controversy)માં સુપ્રીમ કોર્ટે (Supreme Court)મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે

New Delhi News : SIR (Special Intensive Revision) પ્રક્રિયાને લઈને ચાલી રહેલા વિવાદ (SIR Controversy)માં સુપ્રીમ કોર્ટે (Supreme Court)મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના નિર્ણયને પડકારતી અરજીઓ પર સુનાવણી દરમિયાન કોર્ટે ચૂંટણી પંચ (ECI), CEC જ્ઞાનેશ કુમાર અને બંને ચૂંટણી કમિશનરોને નોટિસ પાઠવી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે માત્ર સમાચાર અહેવાલોના આધારે કોઈ આદેશ પસાર કરી શકાય નહીં.

SIR Controversyમાં સુપ્રીમ કોર્ટે ECIને નોટિસ આપી

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની બેન્ચે ત્રણ અલગ-અલગ અરજીઓ પર સુનાવણી કરી. આ અરજીઓમાં ચૂંટણી પંચના SIR સંબંધિત નિર્ણયો સામે સવાલ ઉઠાવવામાં આવ્યા છે. અરજદારોનો દાવો છે કે કેટલાક નિર્ણયો એકપક્ષીય રીતે લેવામાં આવ્યા હતા.

સુપ્રીમ કોર્ટે (Supreme Court) ચૂંટણી પંચ ઉપરાંત CEC જ્ઞાનેશ કુમાર અને અન્ય બંને ચૂંટણી કમિશનરોને પણ નોટિસ પાઠવી છે. હવે આ તમામ પાસેથી સમગ્ર મામલે જવાબ માંગવામાં આવ્યો છે.

સમાચારના આધારે આદેશ નહીં

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરતાં કહ્યું કે અદાલત માત્ર મીડિયા રિપોર્ટના આધારે આદેશ આપી શકે નહીં. કોઈ સમાચાર અહેવાલ 100 ટકા સાચો, આંશિક રીતે સાચો અથવા ખોટો હોઈ શકે છે.

કોર્ટે કહ્યું કે જો કોઈ નિર્ણયમાં ખરેખર કંઈક ખોટું જણાશે તો તેને બાદમાં રદ કરી શકાય છે. જોકે, હાલ માત્ર સમાચાર અહેવાલોના આધારે કોઈ અંતિમ નિષ્કર્ષ પર પહોંચવામાં આવશે નહીં.

CECને સસ્પેન્ડ કરવાની માંગ પર પણ રાહત નહીં

આ દરમિયાન અરજદાર તરફથી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર (Gyanesh Kumar,)ને સસ્પેન્ડ કરવાની માંગ સાથે વચગાળાનો આદેશ આપવા વિનંતી કરવામાં આવી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે આ તબક્કે કોઈ વચગાળાનો આદેશ આપવાનો ઇનકાર કર્યો છે.

વકીલ વિકાસ સિંહે કોર્ટ સમક્ષ દલીલ કરતાં કહ્યું કે કાયદા મુજબ ચૂંટણી પંચ (Election Commission)ના નિર્ણયો બહુમતી મત અથવા સર્વસંમતિથી લેવાવા જોઈએ. તેમના જણાવ્યા મુજબ કોઈ એક વ્યક્તિ દ્વારા એકલા હાથે નિર્ણય લઈ શકાય નહીં.

આવતા અઠવાડિયે ફરી સુનાવણી

વકીલ વિકાસ સિંહે સુપ્રીમ કોર્ટ (Supreme Court)સમક્ષ સંબંધિત રેકોર્ડ સુરક્ષિત રાખવાનો આદેશ આપવાની પણ વિનંતી કરી હતી. જોકે, કોર્ટે આ મુદ્દે કોઈ સ્પષ્ટ ટિપ્પણી કરી નથી. હવે SIR વિવાદ સાથે જોડાયેલી આ અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં આવતા અઠવાડિયે ફરી સુનાવણી થવાની છે. ચૂંટણી પંચ (Election Commission)અને ચૂંટણી કમિશનરોનો જવાબ આવ્યા બાદ મામલાની આગળની દિશા સ્પષ્ટ થશે.


આ પણ વાંચો: ચૂંટણી પંચનું વિશેષ અભિયાન, SIRમાં કપાયેલાં મતદારોના નામ ફરી ઉમેરાશે

આ પણ વાંચો: ચૂંટણી પંચ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં સોમવારે સુનાવણી, CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ અરજીઓમાં SIRના 14 નિર્ણયો પર સવાલ

આ પણ વાંચો: નાગરિકતા નક્કી કોણ કરશે? SIR મુદ્દે ચૂંટણી પંચ સામે સવાલો