Ahmedabad News/ અમદાવાદમાં પ્રિસ્ક્રિપ્શન વિના કફ સિરપનું વેચાણ: જાણો કેટલા મેડિકલ સ્ટોરે દવા આપવા તૈયારી દર્શાવી

અમદાવાદમાં કરાયેલા રિયાલિટી ચેકમાં 25માંથી 23 મેડિકલ સ્ટોર Cough Syrup Without Prescription વેચવા તૈયાર થયા. 4 સ્ટોરે પાકા બિલ સાથે દવા વેચી હોવાનો ખુલાસો.

Gujarat Top Stories Ahmedabad Trending
Cough Syrup Without Prescription: અમદાવાદમાં મોટો ખુલાસો!

Ahmedabad News: મધ્યપ્રદેશમાં નકલી કફ સિરપના કારણે બાળકોનાં મોતના બનાવ બાદ દવાઓના વેચાણને લઈને કેન્દ્ર સરકાર દ્વારા નિયમો કડક (Cough Syrup Without Prescription)કરવામાં આવ્યા છે. તેમ છતાં અમદાવાદમાં પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપનું વેચાણ થતું હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં તપાસ દરમિયાન 25માંથી 23 મેડિકલ સ્ટોર ડોક્ટરની ચિઠ્ઠી વગર કફ સિરપ આપવા તૈયાર થઈ ગયા હતા.

25 મેડિકલ સ્ટોરમાં તપાસ, 23એ Cough Syrup Without Prescription આપવા તૈયારી બતાવી

સેટેલાઇટ, રાણીપ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, બાપુનગર અને નિકોલ સહિતના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 25 મેડિકલ સ્ટોરમાંથી 23 સ્ટોર પર પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપ (Ahmedabad Cough Syrup) આપવાની તૈયારી જોવા મળી હતી. આમાંથી ચાર મેડિકલ સ્ટોરે તો યોગ્ય બિલ સાથે કફ સિરપ વેચવાની પણ તૈયારી દર્શાવી હતી.

Cough Syrup Without Prescription: અમદાવાદમાં મોટો ખુલાસો!
Cough Syrup Without Prescription: 23 સ્ટોર પર પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપ

માત્ર બે સ્ટોરે આયુર્વેદિક સિરપની વાત કરી

કેટલાક મેડિકલ સ્ટોરે (Medical Store) નિયમોનું પાલન કર્યું, પરંતુ મોટાભાગના સ્ટોરમાં બેદરકારી જોવા મળી. તપાસ દરમિયાન માત્ર બે સ્ટોરે પ્રિસ્ક્રિપ્શન વગર માત્ર આયુર્વેદિક સિરપ આપવાની વાત કરી હતી. જ્યારે એક ફાર્મસીએ નિયમિત ગ્રાહક સિવાય અન્ય વ્યક્તિને પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપ આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

પ્રિસ્ક્રિપ્શન વગર આ કફ સિરપ વેચવાની તૈયારી

વિવિધ વિસ્તારોના મેડિકલ સ્ટોરમાંથી અલગ-અલગ કફ સિરપ આપવાની તૈયારી સામે આવી હતી…સેટેલાઇટમાં રાજ મેડિકલ એન્ડ જનરલ સ્ટોરમાંથી સ્ટાયરોક્સ 100 ML, કિંમત રૂ.107, નિર્ણયનગરમાં કર્ણાવતી મેડિકલ સ્ટોરમાંથી રેક્સકોફ DX પ્લસ 100 ML, કિંમત રૂ.125, ઘાટલોડિયા: વિનાયક મેડિકલ સ્ટોરમાંથી ટસરિક DX 100 ML, કિંમત રૂ.110 અને રાણીપમાં પટેલ મેડિકલ સ્ટોરમાંથી ફેન્સેડિલ DX 100 ML જેની કિંમત રૂ.120 લેવામાં આવે છે.

કફ સિરપનો બેફામ ઉપયોગ જોખમી

Cough Syrup Without Prescription: અમદાવાદમાં મોટો ખુલાસો!
Cough Syrup Without Prescription: ડોક્ટરની સલાહ વગર ચોક્કસ પ્રકારના કફ સિરપનું સેવન જોખમી

ડોક્ટરની સલાહ વગર ચોક્કસ પ્રકારના કફ સિરપનું સેવન આરોગ્ય માટે જોખમી બની શકે છે. વધુ માત્રામાં દવા લેવાથી ઊંઘ, ચક્કર, નબળાઈ, મોઢું સુકાવું અને બેચેની જેવી આડઅસર થઈ શકે છે. ગંભીર સ્થિતિમાં ધબકારા અને બ્લડ પ્રેશરમાં વધારો, આંચકી અથવા બેભાન થવા જેવી સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે. ખાસ કરીને બાળકોમાં ખોટી દવા અથવા ખોટી માત્રા ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.

કફ સિરપમાં રહેલા ઘટકો અંગે પણ ચિંતા

કેટલાક કફ સિરપમાં રહેલા ચોક્કસ ઔષધીય અથવા ઝેરી ઘટકોના કારણે પણ સાવચેતી જરૂરી છે. અયોગ્ય અથવા દૂષિત દવાઓમાં ડાયઇથિલિન ગ્લાયકોલ અને ઇથિલિન ગ્લાયકોલ જેવા ઝેરી રસાયણો હોય તો કિડની, લિવર અને અન્ય અંગોને ગંભીર નુકસાન થઈ શકે છે. કેટલાક સિરપમાં રહેલા એન્ટિહિસ્ટામિન, સેડેટિવ અથવા કોડીન જેવા ઘટકો (Codeine Cough Syrup) પણ ડોક્ટરની સલાહ વગર લેવાય તો જોખમી સાબિત થઈ શકે છે.

બે દિવસ પહેલાં 5,050 કફ સિરપની બોટલ ઝડપાઈ હતી

અમદાવાદમાં કફ સિરપના ગેરકાયદે વેચાણ અને સપ્લાય અંગે અગાઉ પણ કાર્યવાહી થઈ ચૂકી છે. બે દિવસ પહેલાં SOGએ મિઝોરમ મોકલવામાં આવતી કોડીન ફોસ્ફેટ ઘટક ધરાવતી 5,050 કફ સિરપની બોટલો ઝડપી પાડી હતી. પ્રાથમિક તપાસમાં ડ્રગ્સ લાઇસન્સ વિના નશીલી દવાઓનો સપ્લાય થતો હોવાની માહિતી સામે આવી હતી.

ઉત્પાદકો પર પણ નિયંત્રણ જરૂરી: કેમિસ્ટ એસોસિએશન

ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ જસવંત પટેલે ઉત્પાદકો પર નિયંત્રણની જરૂરિયાત વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ, દેશમાં કેટલીક કંપનીઓને કોડીન આધારિત કફ સિરપના મોટા પ્રમાણમાં ઉત્પાદનની મંજૂરી આપવામાં આવે છે. આવા કફ સિરપના ઉત્પાદનથી લઈને સપ્લાય અને વેચાણ સુધીની સમગ્ર ચેઇન પર અસરકારક દેખરેખ રાખવી જરૂરી છે.

નિયમો હોવા છતાં અમલ સામે સવાલ

પ્રિસ્ક્રિપ્શન આધારિત દવાઓનું વેચાણ નિયમ મુજબ જ થાય તે માટે તંત્રની સતત દેખરેખ જરૂરી છે. અમદાવાદમાં થયેલી તપાસમાં મોટાભાગના મેડિકલ સ્ટોર પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપ આપવા તૈયાર હોવાનું સામે આવતાં દવા વેચાણના નિયમોના અમલ સામે સવાલો ઊભા થયા છે. હવે તંત્ર દ્વારા આવા મેડિકલ સ્ટોર સામે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.


આ પણ વાંચો: મેડિકલ સ્ટોર વાળા સાવધાન! ડૉક્ટરના લખાણ વગર કફ સિરપ વેચી તો લાયસન્સ થશે રદ, કેન્દ્રનો કડક નિયમ

આ પણ વાંચો: અમદાવાદમાં કફ સિરપના ગેરકાયદેસર વેચાણ સામે તંત્ર સક્રિય, 8 મેડિકલ સ્ટોર્સ પર દરોડા

આ પણ વાંચો: કોલ્ડ્રિફ કફ સિરપ કેસમાં, EDએ શ્રીસન ફાર્મા સાથે સંકળાયેલ સ્થળોએ દરોડા પાડ્યા