Health & Fitness : ઉનાળાની કાળઝાળ ગરમીમાં શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે તરબૂચ (WatermelonHacks)એક ઉત્તમ ફળ ગણાય છે. તેમાં લગભગ 92 ટકા પાણી હોય છે, જે ડીહાઇડ્રેશન સામે રક્ષણ આપે છે. આ ઉપરાંત તેમાં લાઇકોપીન, વિટામિન C, A, B6, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે.
તરબૂચ મોટું ફળ હોવાના કારણે ઘણીવાર તેને કાપીને સંગ્રહિત કરવું પડે છે. તીવ્ર ગરમીમાં બહાર ખુલ્લું રાખેલું તરબૂચ ખૂબ ઝડપથી બગડી શકે છે, જે ખાવાથી પેટમાં ઈન્ફેક્શન કે ફૂડ પોઇઝનિંગ થવાનું જોખમ રહેલું છે.જો તમારા ઘરે (KitchenHacks )રેફ્રિજરેટર નથી કે વીજળી ન હોય, તો ફ્રિજ વગર પણ કાપેલા તરબૂચને લાંબો સમય તાજું અને સુરક્ષિત રાખવા માટે (FoodPreservation )આ આસાન દેશી ટિપ્સ ઉપયોગી સાબિત થશે.

WatermelonHacks : કાપેલું તરબૂચ બહાર કેટલો સમય સુરક્ષિત રહે છે?
તરબૂચમાં નમી અને પાણીનું પ્રમાણ વધુ હોવાથી ભેજને કારણે તેમાં બેક્ટેરિયા (Bacteria)ખૂબ ઝડપથી આકર્ષાય છે. જો વાતાવરણમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ હોય, તો સામાન્ય ઓરડાના તાપમાને કાપેલું તરબૂચ માત્ર 1 થી 2 કલાક સુધી જ ખાવા યોગ્ય રહે છે. કન્ટેનર કે પોલીથીનમાં પણ વધુ સમય બહાર રહેલું તરબૂચ ખાવાથી પેટમાં દુખાવો, ઝાડા-ઉલટી અને ઇન્ફેક્શન (Infection)થઈ શકે છે.
ફ્રિજ વગર કાપેલું તરબૂચ તાજું રાખવાના દેશી ઉપાયો
જે લોકોના ઘરે રેફ્રિજરેટરની સુવિધા નથી, તેઓ નીચે મુજબની પ્રાકૃતિક રીતોથી તરબૂચને બગડતું અટકાવી શકે છે.
ઘરની સૌથી ઠંડી જગ્યાએ સંગ્રહ: કાપેલા તરબૂચને ક્યારેય સીધા તડકામાં કે ગરમ રસોડામાં ન મૂકવું. તેને ઘરના સૌથી ઠંડા, છાંયડાવાળા અને હવાદાર ખૂણામાં રાખો.
ભીના કોટનના કાપડ કે ફૂડ રેપથી ઢાંકવું: તરબૂચના કાપેલા ખુલ્લા ભાગને સ્વચ્છ, સહેજ ભીના સુતરાઉ કાપડથી ઢાંકીને રાખો અથવા ક્લિંગ રેપ (ફૂડ-ગ્રેડ પ્લાસ્ટિક) લગાવો. આનાથી ગરમ હવા અને બેક્ટેરિયા સીધા સંપર્કમાં આવતા નથી.
માટીના વાસણ કે ઘડાનો ઉપયોગ: ગામડાઓમાં વર્ષોથી વપરાતી આ પરંપરાગત રીત ખૂબ જ કારગર છે. માટીના પાત્રમાં બહારની સરખામણીએ અંદરનું તાપમાન નીચું અને કુદરતી ઠંડક ધરાવતું હોય છે, જેથી તેમાં કાપેલું તરબૂચ મૂકવાથી તે તાજું રહે છે.
ક્યારેય ખુલ્લું ન રાખવું: કાપેલા ભાગ પર હંમેશાં પ્લેટ કે ઢાંકણ ઢાંકીને જ રાખવું, જેથી માખીઓ, ધૂળ અને રોગાણુઓથી બચાવી શકાય.
આ પણ વાંચો :ચહેરા પરના ડાઘ-ધબ્બા મિનિટોમાં થશે ગાયબ; રોજિંદા આહારમાં સામેલ કરો આ અદ્ભુત ‘સુપર-ડ્રિંક’
આ પણ વાંચો :સવારે ખાલી પેટે કરો આ 3 ખાસ વસ્તુઓનું સેવન; આખો દિવસ મળશે સુપરફાસ્ટ એનર્જી અને થાક થશે દૂર
આ પણ વાંચો :કાળા થઈ ગયેલા ઘૂંટણ અને કોણી મિનિટોમાં ચમકશે; અજમાવો આ 2 સરળ દેશી ઉપાયો
