ગાંધીનગરમાં લોકરક્ષક આન્સર કી મામલે ચાલુ ભરતીના LRD ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો છે અને LRD વિદ્યાર્થીઓએ પ્રશ્નોમાં જે વાંધા હતા એ ભરતી બોર્ડ સામે રજૂ કર્યા હતા. જે પાઠ્યપુસ્તક વાંચવામાં આવી હતી તેમાંથી પૂછાયેલા તમામ પ્રશ્નો સાચા હોવાનું LRD ઉમેદવારોએ જણાવ્યું હતું. જે પાઠપુસ્તક માંથી પ્રશ્નો તૈયાર કરાયા તો કેમ એ પુસ્તકને પાઠ્યપુસ્તક મંડળ આધારભૂત ગણાતું નથી તેવા સવાલ પણ કર્યા હતા. વધુમાં LRD ના ઉમેદવારોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર માન્ય પુસ્તક છે તો તેને જ માન્ય ગણવામાં આવે.
વધુ વિગત અનુસાર ગાંધીનગરમાં LRD ઉમેદવારોનો વિરોધ કર્યો છે. ચાલુ LRD ભરતીના ઉમેદવારોનો વિરોધ કરવામાં આવ્યો છે કે 5-6 પ્રશ્નોના જવાબને લઇ વિસંગતતા જોવા મળી છે. LRD વિદ્યાર્થીઓએ પ્રશ્નોમાં જે વાંધા હતા એ ભરતી બોર્ડ સામે રજૂ કર્યા હતા. જે પાઠ્યપુસ્તક વાંચવામાં આવી હતી તેમાંથી પૂછાયેલા તમામ પ્રશ્નો સાચા હોવાનું LRD ઉમેદવારોએ જણાવ્યું હતું. જે પાઠપુસ્તક માંથી પ્રશ્નો તૈયાર કરાયા તો કેમ એ પુસ્તકને પાઠ્યપુસ્તક મંડળ આધારભૂત ગણાતું નથી તેવા સવાલ પણ કર્યા હતા. વધુમાં LRD ના ઉમેદવારોએ માગ કરી હતી કે, રાજ્ય સરકાર માન્ય પુસ્તક છે તો તેને જ માન્ય ગણવામાં આવે. જ્યારે લોકરક્ષક ભરતી બોર્ડ તરફથી કહેવામાં આવ્યું હતું કે આ પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર થયાં બાદ પણ કેટલાંક પરીક્ષાર્થીઓએ લેખિત અને મૌખિક વાંધા રજૂ કર્યાં હતાં. આ વાંધાઓ અને રજૂઆતો પર હાલ અમારી વિચારણા ચાલું છે. આ કારણોસર હજુ બોર્ડે આ પરીક્ષાનું આખરી પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. પ્રોવિઝનલ આન્સર કી જાહેર થયાં બાદ 19 એપ્રિલે બોર્ડની બેઠક બોલાવી તેનો અભ્યાસ કરી નિર્ણય કરાયો હતો. અમુક પ્રશ્નો સામેના વાંધામાં વધુ સ્ત્રોત થકી અભ્યાસ જરૂરી હોવાનું જણાતાં બોર્ડે તેના નિરાકરણ માટે 27 એપ્રિલે બીજી એક વધુ બેઠક બોલાવી હતી અને તે પછી ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી. કેટલાંક ઉમેદવારો રૂબરૂ મળ્યા હતા. રૂબરૂ આવનારાં ઉમેદવારોને તેમણે જણાવેલાં પ્રશ્નોમાં કરાયેલાં ફેરફારના કારણો જણાવાયાં હતાં અને તેમને સંતોષજનક પ્રત્યુત્તર પાઠવાયો હતો. બોર્ડ પારદર્શક પદ્ધતિ સાથે સમગ્ર ભરતી પ્રક્રિયા હાથ ધરે છે અને ઉમેદવારો તરફથી આવતી તમામ રજૂઆત પર પૂરતું ધ્યાન અપાય છે. જ્યારે ઉમેદવારોમાં તેમની સાથે છેતરપિંડી અને તેમના ભવિષ્ય સાથે ચેડા થયા હોય તેવું અનુભવાઈ રહ્યું છે.
આ પણ વાંચો : સુરતની ગ્રીષ્માને મળ્યો ન્યાય પણ સમાજની આ નબળી માનસિકતાને ફાંસી ક્યારે ?
