રાજકોટમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી જિલ્લા પંચાયત બેઠક પર કયા પક્ષનું શાસન છે તે ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. અહીં ભાજપ સતત ત્રીજી વખત સત્તારૂઢ થવા જઈ રહી છે.સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ જિલ્લા પંચાયતની 1964માં સ્થાપના થયા પછી આજ સુધીમાં બે વખત ભાજપને બહુમતી મળી છે. હવે વર્ષ 2021માં ત્રીજી વખત ભાજપને સત્તા મળી છે. આજે બે તૃતીયાંશ બેઠકો મેળવી ભાજપ સત્તાધારી પક્ષ બન્યો છે.આ બહુમતી વચ્ચે પણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસમાંથી બળવો કરી ભાજપમાં આવેલા નીલેશ વિરાણીને આ વર્ષે સરધાર બેઠક પર કારમી હારનો સામનો કરવો પડ્યો છે અને આ વખતે પ્રજાએ ભાજપને શાસનની તક આપી છે. જેમાં નવા પ્રમુખ તરીકે ભૂપત બોદરનું નામ મોખરે ચાલી રહ્યું છે.

Politics / જી-૨૩ નેતાઓએ કોંગ્રેસને અરિસો બતાવ્યો
આ વર્ષે ભાજપ દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કરોડપતિ ભુપત બોદરને સુકાન સોંપી જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવવામાં આવે તેવી શક્યતા સેવાય રહી છે.વર્ષ 2015માં કોંગ્રેસ 36માંથી 34 બેઠક મેળવી સત્તાધારી પક્ષ તરીકે જવાબદારી સંભાળી હતી. જ્યારે ભાજપને માત્ર 2 જ બેઠક પર જીત મળી હતી. જેની સામે આ વર્ષે ગઇકાલે પરિણામ જાહેર થતા જિલ્લા પંચાયતનું આખું ચિત્ર ધરખમ બદલાય ગયું છે. જેમાં 25 બેઠક પર જીત મેળવી ભાજપે જિલ્લા પંચાયતના ઇતિહાસમાં ત્રીજી વખત શાસન સાંભળ્યું છે.

Case file / ઓરિયો બિસ્કીટ એ પારલે બિસ્કીટ વિરુદ્ધ આ કારણથી કોર્ટમાં દાખલ કર્યો કેસ, 12 એપ્રિલે દિલ્હીમાં સુનાવણી
છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો વર્ષ 2015માં કોંગ્રેસે જંગી બહુમતીથી જીત મેળવી શાસન સંભાળ્યું હતું. જેમાં પ્રથમ અઢી વર્ષ સરધાર બેઠકના નીલેશ વિરાણી અને પાછલા અઢી વર્ષ દરમિયાન અલ્પાબેન ખાટરીયા પ્રમુખ પદે જવાબદારી નિભાવી હતી. જોકે કોંગ્રેસને તોતિંગ બહુમતી મળ્યા બાદ પણ આંતરિક વિવાદ થતા અઢી વર્ષ બાદ પ્રમુખપદ તો કોંગ્રેસના હાથમાં જ હતું. પરંતુ સમિતિઓમાં બળવાખોરોએ ભાજપના સહકારથી કબ્જો કર્યો હતો 1964માં રાજકોટ જિલ્લા પંચાયતની સ્થાપના બાદ વર્ષ 1995માં ભાજપને બહુમતી મળતા જેતપુરના રામજીભાઇ રાદડિયા જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા હતા. જોકે ત્યારબાદ 5 વર્ષ એટલે કે 2000થી 2005 સુધી ફરી કોંગ્રેસનું શાસન રહ્યું હતું. જોકે ફરી વર્ષ 2010માં જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન આવતા મોરબી પંથકના હંસાબેન પારેધી પંચાયત પ્રમુખ બન્યા હતાં અને વર્ષ 2015માં પાટીદાર આંદોલનની અસર જોવા મળતા કોંગ્રેસે ફરી જિલ્લા પંચાયત પોતાના કબ્જે કરી હતી.

રાજકારણ / ઇમરજન્સી અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નિવેદન હાસ્યજનક : પ્રકાશ જાવડેકર
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
