ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓના આવતીકાલ એટલેકે અખાત્રીજથી શ્રીગણેશ થઈ રહ્યાં છે.અખાત્રીજના દિવસે મહંત અને ટ્રસ્ટીઓની હાજરીમાં જ ત્રણેય રથનું પરંપરાગત પૂજન કરવામાં આવશે.ત્યારે આ દરમિયાન રથયાત્રા પૂર્વે ક્રાઈમ બ્રાન્ચે એક યુવકની ધરપકડ કરી છે. યુવક પાસે હાથ બનાવટના દેશી બોમ્બ મળ્યો આવ્યો છે.
આ પણ વાંચો :ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા પૂર્વે કાલે સાદગીપૂર્વક પૂજન,24મીએ જળયાત્રા યોજવા મામલે અવઢવ
આપણે જણાવી દઈએ કે, રિવરફ્રન્ટથી જાવેદ ઉર્ફે બાબા બલોચની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી 4 દેશી બોંબ અને એક છરો મળી આવ્યો છે. બોમ્બ ડિસ્પોસલ ટીમે બોમ્બ ડીફ્યુઝ કર્યા છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી વધુ પૂછપરછ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, આ વખતની રથયાત્રા પૂર્વેના કાર્યક્રમો, વિધિમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ નહિ શકે. ચંદન યાત્રા પણ માત્ર મંદિરના મહંત, ટ્રસ્ટીની હાજરીમાં યોજાશે. શહેરમાં આ વર્ષે યોજાવવાની રથયાત્રા અંગે હાલ હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. પરંતુ 14 મેના રોજ અખાત્રીજ આવે છે અને તે દિવસે જગન્નાથ મંદિરમાં ચંદન યાત્રા નિર્ધારિત કરવામાં આવે છે, જેને રથયાત્રાની પુર્વ તૈયારી માનવામાં આવે છે.
નોંધનીય છે કે, ગત વર્ષે કોરોના સંક્રમણના કારણે રથયાત્રા નગરજનોની ઉપસ્થિતિમાં નીકળી શકી ન હતી. અત્યંત સાદાઈથી ઊજવાયેલી રથયાત્રામાં ભજન મંડળી, ટ્રક, અખાડા અને ઝાંખી જોવા મળી ન હતી. માત્ર ત્રણ ટ્રક જ યાત્રામાં જોડાયા હતા. જળયાત્રામાં પણ માત્ર પૂજારી અને ટ્રસ્ટીઓ જ જોડાયા હતા.
આ પણ વાંચો :કાનપુરની ચાર ફેક્ટરીઓ અને ગોડાઉનમાં ભીષણ આગ, ડ્રમ ફાટતા ધડાકાઓથી લોકોમાં ભય
આ પણ વાંચો :સુરતમાં સ્ટન્ટ વીડિયો બનાવવો કિશોરને પડ્યો ભારે, ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ

