Ahmedabad News : અમદાવાદ ખાણ અને ખનીજ વિભાગના નાયબ કાર્યપાલક કારકુન નરસિંહ ઉર્ફે નારાયણ સોલંકીને અમદાવાદની સિટી સેસન્સ કોર્ટે લાંચ કેસમાં 3 લર્ષની સખત કેદની સજા ફટકારી છે. તે સિવાય એક લાખ રૂપિયાનો દંડ અને દંડ ન ભરે તો વધુ છ મહિનાની સજા ફટકારી છે. આ કેસના ફરિયાદી રેતી માટીનું કામ કરતા હતા. તેમણે તેમના કામ અંગે રોયલ્ટી પરમીટ મેળવી ન હોવાથી તેમની વિરૂધ્ધ દંડકીય કાર્યવાહી ન કરવા માટે આરોપી નરસિંહ સોલંકીએ રૂ.5,000 ની લાંચ માંગી હતી.જેને આધારે એસીબીએ છટકુ ગોઠવ્યું હતું.
જેમાં નરસિંહ સોલંકી પાંચ હજારની લાંચ લેતા પકડાઈ ગયા હતા. બાદમાં પોલીસે આરોપી વિરૂધ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જેમાં કોર્ટે મૌખિક અને દસ્તાવેજી પુરાવા ધ્યાનમાં લઈને આરોપી નરસિંહ સોલંકીને 3 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. તે સિવાય એક લાખ રૂપિયાનો દંડ અને દંડ ન ભરે તો વધુ છ મહિનાની જેલની સજા ફટકારી હતી.
આ પણ વાંચો: અમદાવાદ કોર્ટથી અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહને મોટો ફટકો
આ પણ વાંચો: માનહાની કેસમાં રાહુલ ગાંધી અમદાવાદ કોર્ટમાં હાજર,મેજિસ્ટ્રેટે જામીન મંજુર કર્યા
આ પણ વાંચો: રાહુલ ગાંધી : આજે અમદાવાદ કોર્ટમાં હાજરી આપશે
