Ahmedabad News/ એક લાખથી વધુ વિદ્યાર્થીઓ પર 178 ટકા અને દીકરીઓ પર 317 ટકા ફી વધારો ઝીંકવાની તૈયારીમાં ડો. બાબાસાહેબ આંબેડકર યુનિ.

. સમુદાયના સામાન્ય શૈક્ષણિક કલ્યાણને પ્રાત્સાહન આપવા તે હેતુ થી 1994માં સ્થપાયેલ ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી(BAOU)ના સત્તાધીશો દ્વારા એક લાખથી વધુ વિદ્યાર્થીઓ પર 178 ટકા અને દીકરીઓ પર 317  ટકા આસપાસનો મસમોટો ફી વધારો ઝીંકવાની દરખાસ્ત મૂકાઈ છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: કહેવત છે બધો ભાર કન્યાની કેડ પર. ડો. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના સત્તાધીશો આ વાત બરોબર ચરિતાર્થ કરી દીધી લાગી છે. તેઓ એક લાખથી વધુ વિદ્યાર્થીઓ પર 178 ટકા અને દીકરીઓ પર 317 ટકા જેટલો જંગી ફી વધારો ઝીંકવાની તૈયારીમાં છે. આ તો જાણે વિદ્યાર્થી શિક્ષણ અને કન્યા કેળવણીનું ગળું ઘોંટી દેવા જેવી વાત છે. કોંગ્રેસના શાસનકાળમાં પ્રાથમિક શિક્ષણથી લઈને પીએચડી સુધી કન્યા કેળવણી મફત હતી. જ્યારે ભાજપના શાસનમાં કન્યા કેળવણીને ગળે ટૂંપો દેવાનો હોય તેવો આ ફી વધારાનો કારસો જોતા લાગે છે.

જ્ઞાન અને શિક્ષણનો વિકાસ તથા પ્રસાર વિવિધ સાધનો દ્વારા કરીને વસ્તીના મોટા ભાગને ઉચ્ચ શિક્ષણની તકો પૂરી પાડવી. સમુદાયના સામાન્ય શૈક્ષણિક કલ્યાણને પ્રાત્સાહન આપવા તે હેતુ થી 1994માં સ્થપાયેલ ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી(BAOU)ના સત્તાધીશો દ્વારા એક લાખથી વધુ વિદ્યાર્થીઓ પર 178 ટકા અને દીકરીઓ પર 317  ટકા આસપાસનો મસમોટો ફી વધારો ઝીંકવાની દરખાસ્ત અંગે આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનીવર્સીટી(BAOU) દ્વારા 72થી વધુ અભ્યાસક્રમો સાથે 500 જેટલા સ્ટડી સેન્ટરો કાર્યરત છે.

તાજેતરમાં યુનિ.ના સત્તાધીશોએ બેચલર ઓફ આર્ટસમાં ભાઈઓ પર 178 ટકા અને દીકરીઓના અભ્યાસક્રમ માટે 317 ટકા જેટલો વધારો મુક્વાનીં દરખાસ્ત કરી દેવામાં આવી છે. બેચલર ઓફ આર્ટસમાં હાલ ભાઈઓ માટે રૂ. 1,800/- અને બહેનો માટે રૂ. 1,200/- પ્રતિવર્ષ જેના યુનિવર્સીટીના સત્તાધીશો દ્વારા પ્રતિવર્ષ રૂ. ૫૦૦૦/- જેટલો જંગી વધારોની દરખાસ્ત કરવામાં આવી છે. અમુક અભ્યાસક્રમમાં 125 ટકા, બી.એડ અભ્યાસક્રમમાં 150 ટકા ફી વધારાની દરખાસ્ત છે.

યુનિવર્સિટીના સત્તાધીશો સગવડો, સુવિધા અને બ્યુટીફીકેશનના નામે લાખો રૂપિયાનો આડેધડ ખર્ચ કરી રહ્યા છે. બીજી બાજુ, સામાન્ય-મધ્યમવર્ગના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ પર જંગી ફી વધારો કરવા આગળ વધી રહ્યા છે. કોંગ્રેસ શાસનમાં પ્રાથમિક થી પી.એચ.ડી. સુધી કન્યા કેળવણી ગુજરાતમાં મફત હતી, ભાજપ શાસનમાં દીકરીઓ શિક્ષણથી વંચિત રહે તે રીતે જંગી ફી વધારો કેટલે અંશે વ્યાજબી ?  યુનિવર્સિટીના સત્તાધીશો ફીના વ્યાજબીપણા સાથે ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગના દીકરા-દીકરીઓને શિક્ષણનો અધિકાર આપે  તેવી કોંગ્રેસ પક્ષની માંગ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જામનગરમાં BJP-Congress ના કાર્યકર્તાઓ બાખડયા: કોંગ્રેસ પ્રમુખ સહિત 2 ની તબિયત લથડતાં હોસ્પિટલમા

આ પણ વાંચો: કોંગ્રેસને પડ્યો મોટો ફટકો,12 કાઉન્સિલરો ભાજપમાં જોડાયા

આ પણ વાંચો: Mahesh Vasava કોંગ્રેસનો ખેસ પહેરશે, ગુજરાતના રાજકારણમાં ખળભળાટ