Not Set/ મુખ્યમંત્રીના રસોડે પહોચ્યો કોરોના, રસોઈ બનાવતાં રસોઈયાને કોરોના પોઝિટીવ

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી નિવાસ સ્થાને પણ કોરોનાએ એન્ટ્રી મારી છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને રસોઈ બનાવતા રસોઈયાને કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

Top Stories Gujarat Others

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે મઝા મૂકી છે. રાજ્યમાં છેલ્લા ચાર દીવ્સ્સથી રેકોર્ડ બ્રેક કેસ સામે આવી રહ્યા છે. બિલ્લી પગે પ્રવેશેલા કોરોનાએ હવે પગદંડો જમાવી દીધો છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી નિવાસ સ્થાને પણ કોરોનાએ એન્ટ્રી મારી છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને રસોઈ બનાવતા રસોઈયાને કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.  કોરોનાગ્રસ્ત રસોઈયાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તો સાથે  રસોઈયાના પુત્રનો પણ કોરોના ટેસ્ટ કરાવાયો છે. હાલ તેના રિપોર્ટની પણ રાહ જોવાઈ રહી છે. રસોઈયો મુખ્યમંત્રી નિવાસ સ્થાને રહીને જ રસોઈ બનાવે છે.  તકેદારીના પગલે મુખ્યમંત્રીના નિવાસસ્થાને સેનેટાઈઝની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે, અમદાવાદ, સુરત, રાજકોટ બાદ હવે પાટનગર ગાંધીનગરમાં પણ કોરોના કહેરના કારણે પરિસ્થિતિ વણસી રહી હોવાના સંકેત મળ્યા છે. આ મહામારીના કારણે સંખ્યાબંધ લોકોનો આ વાયરસ ભરખી ગયો છે. જેમાં ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહયું છે. સરકારી સાથે ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે ત્યારે ખાનગી હોસ્પિટલો કોરોના પોઝિટિવ દર્દીઓ મૃત્યુ પામે તો અંતિમ વિધિમાં પ્રોટોકોલ મુજબ કામ નહીં કરતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.