Gandhinagar News/ ગુજરાતી ભાષામાં એન્જિનિયરિંગનું નથી કોઈ લેવાલ

પ્રાદેશિક ભાષાણાં ઉચ્ચ શિક્ષણની મોટા ઉપાડે જાહેરાત તો થઈ જાય છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ હંમેશા કંઇક જુદી હોય છે. આદર્શ અને વાસ્તવિકતા વચ્ચે હંમેશા તફાવત રહેવાનો છે. ગુજરાત ટેનકોલોજીકલ યુનિવર્સિટીએ 2022માં એન્જિનિયરિંગનો અભ્યાસ ગુજરાતી ભાષામાં શરૂ કરવાની ઉત્સાહપૂર્વક જાહેરાત કરી હતી.

Gujarat Gandhinagar Others Breaking News

Gandhinagar News:  પ્રાદેશિક ભાષાણાં ઉચ્ચ શિક્ષણની મોટા ઉપાડે જાહેરાત તો થઈ જાય છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ હંમેશા કંઇક જુદી હોય છે. આદર્શ અને વાસ્તવિકતા વચ્ચે હંમેશા તફાવત રહેવાનો છે. ગુજરાત ટેનકોલોજીકલ યુનિવર્સિટી (GTU)એ 2022માં એન્જિનિયરિંગનો અભ્યાસ ગુજરાતી ભાષામાં શરૂ કરવાની ઉત્સાહપૂર્વક જાહેરાત કરી હતી.

મહેસાણા ખાતે આવેલી જીપેરી એન્જિનિયરિંગ કોલેજમાં દરેક શાખાની 34 જેટલી બેઠક પણ ફાળવવામાં આવી હતી. 2022માં એક પણ વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો નહતો. 2023માં માત્ર બે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યો હતો, પરંતુ તે પણ પરત ખેંચી લીધો હતો. આ વર્ષે પણ માત્ર છ વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે રસ દાખવ્યો છે, એટલે કે ગુજરાતી માધ્યમ શરૂ કરેલા એન્જિનિયરિંગ કોર્સને સફળતા મળી નથી. વિદ્યાર્થીઓના ભવિષ્યના ડરે પ્રવેશ મેળવવાની ટાળે છે.

આ અંગે એડમિશન કમિટીના ચેરમેન નિલય ભૂપતાનીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ માનતા હોય છે કે માટે ડીગ્રી કે ઇન્ડસ્ટ્રીમાં મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન ઇંગ્લિશમાં હોય તેઓ વિદેશી કંપનીમાં જોબમાં આગ્રહ રહેતો હોય છે, જેથી વિદ્યાર્થી પોતાની કારકિર્દી માટે ઇંગ્લિશ વિષયને પસંદ કરતો હોય છે.

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા નવી શિક્ષણ નીતિને આધારે માતૃભાષામાં કોર્ષ શરૂ કરવા જાહેરાત કરી હતી. ગુજરાતી માધ્યમમાં એન્જિનિયરિંગના અભ્યાસ માટે મહેસાણાની જીપેરી એન્જિનિયરિંગ કોલેજની પસંદગી કરી છે. જ્યાં દરેક બ્રાન્ચમાં 34 જેટલી સીટો ગુજરાતી માધ્યમમાં એન્જિનિયરિંગ અભ્યાસ માટે ફાળવવામાં આવી છે.એટલે કે સિવિલ, મિકેનિકલ,કોમ્પ્યુટર,અને ઇલેક્ટ્રિકલની કુલ 132 જેટલી બેઠકો છે. પરંતુ ત્રણ વર્ષથી ગુજરાતી ભાષામાં એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કરવાનો પ્રયોગ નિષ્ફળ સાબિત થયો છે. એન્જિનિયરિંગના અભ્યાસ માટે વિદ્યાર્થીઓને માતૃભાષા શિક્ષણમાં રસ નથી.

જ્યારે ગુજરાતી માધ્યમની જાહેરાત કરવામાં આવી તે વર્ષે એક પણ વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો નહતો.ગત વર્ષે પણ 2 વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો ત્યારબાદ પરત ખેંચી લીધો હતો.ત્યારે આ વર્ષે ગુજરાતી માધ્યમમાં એન્જિનિયરિંગ કરવા વિદ્યાર્થીઓએ ઉદાસીનતા જ દર્શાવી છે. આ વખતે ગુજરાતીમાં એન્જીનિયરિંગ માટે માત્ર 6 વિદ્યાર્થીઓએ જ રસ દાખવ્યો છે. મિકેનિકલ એન્જિનિયરિંગમાં 2 જ્યારે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં 4 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભારતીય ક્રિકેટના ‘ધ ગ્રેટ વોલ’ અંશુમાન ગાયકવાડે લીધા અંતિમ શ્વાસ

આ પણ વાંચો:સુરતમાં યુટ્યુબરની હત્યામાં 2નાં રિમાન્ડ મંજૂર

આ પણ વાંચો:પાટણના ધારાસભ્યએ ગેરરીતિ અંગે રજૂઆતો બાદ સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત