Ahmedabad News/ અમદાવાદના સાબરમતીમાં વિઝા અપાવવાને બહાને 2.10 લાખની છેતરપિંડી

સાબરમતી પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી

Gujarat Ahmedabad

Ahmedabad News : અમદાવાદના સાબરમતીમાં એક વ્યક્તિને સિંગાપોરના વર્ક પરમીટ વિઝા અપાવવાની લાલચ આપીને 2.10 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. આ બનાવની વિગત મુજબ સાબરમતીમાં ડી કેબિન દેવદાસ સોસાયટીમાં રહેતા આશુતોષ રાજેન્દ્રકુમાર શર્મા(32)ને હાર્દિક શર્મા અને નિશાંત વર્મા નામના શખ્સોએ સિંગાપોરના વર્ક પરમિટ વિઝા અપાવવાની લાલચ આપીને વિશ્વાસમાં લીધા હતા.

બાદમાં બન્ને શખ્સોએ આશુતોષ શર્મા પાસેથી અલગ અલગ તારીખે અલગ અલગ બેન્ક ખાતામાં રૂ.2,10,000 ટ્રાન્સફર કરાવી લીધા હતા. આમ આરોપીઓએ શર્માને વિઝા ન કરાવી આપી કે રૂપિયા પરત ન કરી છેતરપિંડી કરી હતી. આ અંગે આશુતોષ શર્માએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં બન્ને આરોપી સામે ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ધારાસભ્ય હાર્દિક પટેલે વિરમગામના નાગરિકોના પ્રશ્નોને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર લખ્યો

આ પણ વાંચો: વિરમગામના ભોજિયાપુરા ગામે વીજળી પડતા એક ખેડૂતનું મોત

આ પણ વાંચો: વિરમગામમાં મધમાખીઓનું ઝૂંડ શ્રધ્ધાળુઓ પર ત્રાટક્યું ,100થી વધુ લોકોને દંશ માર્યા, 20ને હોસ્પિટલ ખસેડાયા