Ahmedabad/ મહિલાઓ અસુરક્ષિત, વધુ એક યુવતીની રોમિયોએ કરી છેડતી

અમદાવાદમાં મહિલાઓ પરના અત્યાચારની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે, જેનાથી શહેરમાં મહિલાઓની શેફટી અંગે પણ અનેક સવાલો ઉભા થયા છે. આ સમયે ભાઈબીજના તહેવારના દિવસે મહિલાઓની સુરક્ષાના દાવા

Ahmedabad Gujarat

અમદાવાદમાં મહિલાઓ પરના અત્યાચારની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે, જેનાથી શહેરમાં મહિલાઓની શેફટી અંગે પણ અનેક સવાલો ઉભા થયા છે. આ સમયે ભાઈબીજના તહેવારના દિવસે મહિલાઓની સુરક્ષાના દાવાની પોલ ખોલતી ઘટના સેટેલાઈટ વિસ્તારના બની હતી.

શહેરના સેટેલાઈટ વિસ્તારમાં નાગાલેન્ડની 25 વર્ષીય યુવતીના સાથળ પર હાથ ફેરવી જાહેરમાં યુવકે છેડતી કરી હતી. ત્યારબાદ યુવતીએ રોડ રોમિયોને પકડવા કરેલો પ્રયાસ સફળ ના થતાં બૂમો પાડી હતી. આથી સ્થાનિક યુવકોએ આરોપીને ઝડપી પોલીસને સોંપ્યો હતો અને યુવતીની ફરિયાદ આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.