Ahmedabad News/ અમદાવાદના ચાંદખેડામાં કારમાં દારૂ લઈ જતો શખ્સ ઝડપાયો, 8.61 લાખનો મુદ્દામાલ કબજે

પોલીસે પાટણના સિધ્ધપુરના ખોલવાડા ગામમાં રહેતા મોહન એસ.સેનમા(33)ની ધરપકડ કરી હતી

Gujarat Ahmedabad

Ahmedabad News : અમદાવાદના ચાંદખેડામાં એક શખ્સ ક્રેટા કારમાં દારૂનો જથ્થો લઈને જતો હોવાની માહિતીને આધારે પોલીસે જાળ બિછાવીને તેને ઝડપી લીધો હતો. પોલીસે દારૂ અને બિયરનો જથ્થો, કાર અને મોબાઈલ મળીને કુલ રૂ. 8.61 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ચાંદખેડા પોલીસ સ્ટેશનના સીનીયર પીઆઈ એન.જી.સોલંકીના માર્ગદર્શન હેઠળ તેમની ટીમે માહિતીને આધારે ચાંદખેડામાં એસ.પી.રિંગ રોડ, હોટેલ હિલ્લોકની સામે જાળ બિછાવી હતી. જેમાં હુન્ડાઈ ક્રેટા કાર અટકાવીને પોલીસે તપાસ કરી હતી. જેમાં કારમાંથી દારૂનો જથ્થો અને 324 બિયરના ટીન મળી આવ્યા હતા.

પોલીસે રૂ.2,55,120નો દારૂ બિયરનો જથ્થો, કાર અને મોબાઈલ મળીને કુલ રૂ. 8,61,120 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે પાટણના સિધ્ધપુરના ખોલવાડા ગામમાં રહેતા મોહન એસ.સેનમા (33)ની ધરપકડ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:UPI સંબંધિત મોટા ફેરફારો : ૧ ઓગસ્ટથી મર્યાદા લાગુ થશે, કડક નિયમો સાથે પેમેન્ટ એપ્સનો ઉપયોગ કરવાની રીત બદલાશે

આ પણ વાંચો:UPI વપરાશકર્તાઓ સાવધાન! 1 ઓગસ્ટથી લાગુ થશે લીમીટ, કડક નિયમો સાથે પેમેન્ટ એપ્સનો ઉપયોગ કરવાની રીત બદલાશે

આ પણ વાંચો:સરકાર ₹2,000 થી વધુના UPI વ્યવહારો પર GST વસૂલવાનું વિચારી રહી નથી