Not Set/ એર સ્ટ્રાઇક બાદ અમિત શાહ બોલ્યા, 13માં દિવસે આતંકીઓને બોલાવ્યો ખાત્મો

અમદાવાદ, પુલવામાં થયેલા આતંકી હુમલા બાદ એરસ્ટ્રાઇક કરી સેનાના જવાને આપેલા જવાબ બાબતે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતશાહે નિવેદન આપ્યું હતું. અમિત શાહે દાવો કર્યો છે કે વાયુસેનાની એરસ્ટ્રાઇકમાં 250થી કરતા પણ વધુ આતંકીઓ માર્યા ગયા છે. પુલવામા આતંકી હુમલા બાદ દરેકને એવું લાગતું હતું કે, આ વખતે સર્જિકલ સ્ટ્રાઇક નહીં થઇ શકે, પરંતુ શું થયું? પુલવામા […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ,

પુલવામાં થયેલા આતંકી હુમલા બાદ એરસ્ટ્રાઇક કરી સેનાના જવાને આપેલા જવાબ બાબતે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતશાહે નિવેદન આપ્યું હતું. અમિત શાહે દાવો કર્યો છે કે વાયુસેનાની એરસ્ટ્રાઇકમાં 250થી કરતા પણ વધુ આતંકીઓ માર્યા ગયા છે.

પુલવામા આતંકી હુમલા બાદ દરેકને એવું લાગતું હતું કે, આ વખતે સર્જિકલ સ્ટ્રાઇક નહીં થઇ શકે, પરંતુ શું થયું? પુલવામા આતંકી હુમલાના 13મા દિવસે કરવામાં આવેલી મોદી સરકારની એરસ્ટ્રાઇકમાં 250થી વધુ આતંકીઓ માર્યા ગયા છે.

તો બીજીબાજુ અમિત શાહના નિવેદન પર કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ સવાલ ઉભા કર્યા અમે કહ્યુ કે જ્યારે વાયુસેનાના અધિકારીએ કોઈ પણ પ્રકારના આંકડા જણાવવાનો ઇન્કાર કરી દીધો છે,

ત્યારે અમિત શાહ આવું નિવેદન કેમ આપી રહ્યા છે, શું આ એર સ્ટ્રાઇકને રાજનીતિ સાથે જોડવામાં નથી આવી રહી.

અમિત શાહે કહ્યું કે, જ્યારે વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાને પકડી લીધો તો લોકો નિંદા કરવા લાગ્યા, પરંતુ યુદ્ધ છે તો એક જવાન પકડાઇ પણ શકે છે. શાહે કહ્યું કે, નરેન્દ્ર મોદી સરકારનો પ્રભાવ એવો હતો કે વિશ્વમાં સૌથી જલ્દી કોઇ યુદ્ધ કેદી પાછો આવ્યો હોય તો તે અભિનંદન છે.

સિલીગુડીમાં કેન્દ્રીય મંત્રી એસ એસ અહલૂવાલિયાએ નિવેદન આપતા કહ્યુ હતુ કે, ‘એર સ્ટ્રાઇકનો ઉદેશ્ય એવો સંદેશ આપવાનો હતો કે, જો જરૂર પડશે તો તે પાકિસ્તાનમાં ઘૂસીને પોતાના દુશ્મનોના ઠેકાણાઓને ધ્વસ્ત કરી શકે છે. અમે નથી ઇચ્છતા કે જાનમાલને કોઈ નુકસાન પહોંચે.