નવી દિલ્હી,
પાંચ રાજ્યોની વિધાનસભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો થયેલા સફાયા બાદ જસદણ વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટા-ચુંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ માનવામાં આવતી હતી, ત્યારે હવે આ ચુંટણીમાં પાર્ટીનો ભગવો ખેસ લહેરાયો છે.
જસદણ વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો, વર્તમાન ભાજપની સરકારમાં મંત્રી એવા કુંવરજી બાવળિયાને ૯૦,૨૬૮ વોટ મળ્યા છે, જયારે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને ૭૦,૨૮૩ વોટ મળ્યા છે, આ સાથે જ બાવળિયાની ૧૯૯૮૫ વોટથી જીત મેળવી છે.
કેબિનેટ મંત્રીની જીતના જશ્નમાં સીએમ રૂપાણી હાજર રહેશે
હાલમાં જસદણના જંગમાં ભાજપની રૂપાણી સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા જીત થઇ છે, ત્યારે ભાજપ દ્વારા જસદણની જીતનો જશ્ન મનાવવા માટેની તૈયારી ચાલી રહી છે. રૂપાણી સરકારના કેબિનેટ મંત્રીની આ જીતની ઉજવણીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી જસદણ આવવાના છે અને એક જાહેરસભાને સંબોધવા છે.
બાવળિયાની જીત માટે ભાજપે શરુ કરી વિજયોત્સવની તૈયારી
૧૯,૦૦૦ કરતા વધુ મતોની સરસાઈથી જીત મેળવ્યા બાદ હવે ભાજપ દ્વારા વિજયોત્સવનો જશ્ન મનાવવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વિજય સરઘસ માટે ગાડીઓને પણ તૈયાર કરાવવામાં આવી રહી છે. ગાડીઓને ફૂલોથી શણગારવામાં આવી રહી છે.
