Bhavnagar News/ ભાવનગરમાં આવ્યો વાતાવરણ માં પલટો

કાળઝાળ ગરમી વચ્ચે અચાનક વરસાદ

Top Stories Gujarat Breaking News

Bhavnagar News : ભાવનગરમાં અચાનક વાતાવરણમાં પડ્યો છે. આવ્યો છે. જેમાં કાળઝાળ ગરમી વચ્ચે અચાનક વરસાદ પડ્યો છે. જેમાં સરિતા,ચિત્રા, કુંભારવાડા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.જેને પગલે વરસાદ વરસતા ગરમીથી લોકોને રાહત મળી છે.

તળાજા શહેર તાલુકાના વાતાવરણમાં ગઈકાલ રાત્રિથી પલટો આવ્યો હતો. સંકેલીને કબાટમાં મુકાઈ ગયેલા જરસી રાત્રી દરમિયાન મુસાફરી કરનાર અને ક્રિકેટ રમવા જનારને કાઢવા પડયા હતા. વહેલા સવારના પાંચવાગે સુસવાટા મારતા પવન ફૂંકાયો હતો.હારાષ્ટ્રમા ઉભા થયેલા વાતાવરણની અસર છેક ગોહિલવાડ સુધી પહોંચી છે. ચૈત્ર માસના પ્રારંભે જ અસહ્ય ગરમી પડવાના બદલે પવનની ગતિમા વધારો સાથે ઠંડી પડી રહી છે. ગતરાત્રે બોક્સ ક્રિકેટના ખેલાડીઓએ જણાવ્યું હતુ કે, રાત્રી દરમિયાન ઠંડો પવન ફૂંકાવવાના કારણે ઘરેથી ગરમ વસ્ત્રો લાવવાની ફરજ પડી હતી તો ઘરની અંદરના પંખાઓ બંધ કરવા પડ્યા હતા.

વહેલી સવારે ૫ વાગે તેજ પવન સાથે ધૂળની ડમરીઓ ઊડી હતી. વાડીમા અઢીસો જેટલા આંબાનો બાગાયતી પાક લેનાર ખેડૂત પ્રદીપસિંહ સરવૈયા એ જણાવ્યું હતુ કે, ભારે પવનના કારણે ખાખટી આંબા પરથી ખરી રહી છે. આ રીતે સતત પવન અને તેમાંય માવઠું થયું તો મોર, ખાખટી અને કેરીના પાકને મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ATM કાર્ડ વિના રોકડ ઉપાડો: SBI ડેબિટ કાર્ડ બંધ! હવે UPI દ્વારા ATMમાંથી પૈસા ઉપાડો

આ પણ વાંચો:હવેથી PF ના 50 % પૈસા ATM માંથી ઉપડી શકશે, જાણો કેટલા પગાર પર ઉપાડી શકશો કેટલી રકમ ?

આ પણ વાંચો:ATMથી પૈસા ઉપાડવા ઠગોએ અપનાવ્યો નવો રસ્તો, જાણીને હેરાન થઈ જશો