Not Set/ સુરત: જર્જરિત પાણીની ટાંકી પ્રત્યે તંત્રની ઉદાસીનતા

સુરતના ખટોદરામાં પાણીની ટાંકી જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું છે. ખરવાસા નગર અને સિવિલ હોસ્પિટલની પાછળ વિશાળ પાણીની ટાંકી આવેલી છે. આ ટાંકીં પચાસ હજાર લિટરની છે, અને વર્ષો જૂની છે. આ ટાંકીમાંથી હાલ પાણી લિકેજ થઇ રહ્યું છે,  તો  બીજી તરફ  ટાંકીમાંથી અને ટાંકીના દાદરામાંથી પોપડા પડી રહ્યા છે. મહત્વનું છે કે રોજ આ […]

Top Stories Gujarat

સુરતના ખટોદરામાં પાણીની ટાંકી જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું છે. ખરવાસા નગર અને સિવિલ હોસ્પિટલની પાછળ વિશાળ પાણીની ટાંકી આવેલી છે. આ ટાંકીં પચાસ હજાર લિટરની છે, અને વર્ષો જૂની છે. આ ટાંકીમાંથી હાલ પાણી લિકેજ થઇ રહ્યું છે,  તો  બીજી તરફ  ટાંકીમાંથી અને ટાંકીના દાદરામાંથી પોપડા પડી રહ્યા છે.

મહત્વનું છે કે રોજ આ વિસ્તારમાંથી અનેક વાહનો પસાર થાય છે. જો કોઇ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ …? તેવા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ પાણીની ટાંકી છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત છે. તેમ છતાં પણ તંત્ર દ્વારા આ પાણીની ટાંકી ઉતારી લેવા માટે કોઇ પગલા ભરવામાં આવતા નથી.તો બીજી તરફ આ મતવિસ્તાર ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીનો  છે. જો આવી રીતે જર્જરિત પાણીની ટાંકી કોઇનો ભોગ લે તો જવાબદાર કોણ?

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.