- મંતવ્ય ન્યૂઝ પાસે ચૂંટણીની EXCLUSIVE જાણકારી
- ગુજરાત વિધાનસભાની ચૂંટણી આજે નહીં થાય જાહેર: મંતવ્ય સૂત્ર
- આજે માત્ર હિમાચલ વિધાનસભા ચૂંટણીની તારીખ થશે જાહેર
- બપોરે ત્રણ વાગે કેન્દ્રીય ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સ
- જેમાં હિમાચલની ચૂંટણી તારીખની થઇ શકે ઘોષણા
- ગુજરાતની ચૂંટણી 20 ઓકટો.બાદ થઇ શકે જાહેર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો સાથે તંત્ર પણ તડામાર તૈયારી કરી રહ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે આજે ઇલેક્શન કમિશન દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અટકળો લગાવવામાં આવી રહી છે કે આજે ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી જાહેર થઈ શકે છે પરતુું આ મામલે મંતવ્ય ના વિશ્વસનીય સૂત્રો જણાવે છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આજે જાહેર થશે નહીં. આજે માત્ર હિમાલય વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ 20 ઓકટોબર બાદ ચૂંટણી પંચ જાહેર કરે તેવી પ્રબળ શક્યતા છે. મંતવ્યના વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું છે કે આજે જે ચૂંટણીપંચની બેઠક છે તેમાં હિમાચલ ચૂંટણી જાહેરાત કરવામાં આવશે,ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર કરવામાં આવશે નહીં.
