- સુરત: અડાજણમાં PSIનો વિડીયો વાયરલ મામલો
- મહિલા PSI વિરુદ્ધ અડાજણમાં નોંધાયો ગુનો
- અડાજણ પોલીસ મથકમાં NC ફરિયાદ નોંધાઇ
- એક યુવક સાથે ગેરવર્તન કરવામાં અવાયું હતું
- મહિલા PSIએ ફરિયાદી સાથે કર્યું હતું ગેરવર્તન
સુરતમાં એક યુવાનને તમાચા મારીને તેની સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરનાર મહિલા PSI સામે ગુનો નોંધાયો છે. એક તરફ સુરત પોલીસ કમિશનર દ્વારા પોલીસ સ્ટેશનમાં જતા ફરિયાદીને પોલીસ પાણી આપીને તેમની ફરિયાદ નોંધશે તેવું કહેવામાં આવે છે પરંતુ બીજી તરફ વાસ્તવિક વિરુદ્ધ હોય તેવું સુરતમાં બનેલી એક ઘટના પરથી દેખાઈ રહ્યું છે.
સુરત શહેરમાં અનાજ માફિયાઓ દ્વારા રાજકીય પક્ષ સાથે જોડાયેલા યુવાનને ગાડી નીચે કચેરી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બાબતે યુવાન જ્યારે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયો ત્યારે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા PSI એમ.એ. ચૌધરી દ્વારા આ યુવક સાથે ઉદ્ધતાએ ભર્યું વર્તન કરવામાં આવ્યું હતું.
આ યુવકનું નામ જયેશ ગુર્જર હોવાનું સામે આવ્યું છે અને તેને આ સમગ્ર ઘટનાનું એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. જયેશ ગુર્જર સુરતના ભાઠા ગામમાં આવેલ જળદેવી કૃપા બંગલોઝમાં રહે છે. તેને 3 ઓક્ટોબરના રોજ મહિલા પીએસઆઇ એમ.એ. ચૌધરી દ્વારા પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યો હતો.
પોલીસ સ્ટેશનમાં જયેશ ગુર્જરે મહિલા PSIને કહ્યું હતું કે રેશનીંગ માફિયાઓ દ્વારા તેને વાહન નીચે કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને તે અરજી તેને કરી છે. ત્યારે મહિલા PSIએ આ અરજી દફ્તરે કરવા બાબતે જયેશ ગુર્જરને દબાણ કર્યું હોવાનો તેને આક્ષેપ કર્યો છે. જયેશ ગુર્જર દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે, તેને PSIને કહ્યું હતું કે પોતે મરી ગયો હોત તો ત્યારે આ સવાલ પૂછતા જ મહિલા PSI ભડકી ગયા હતા અને જયેશ ગુર્જર સાથે ઉદ્ધતાઇ ભર્યું વર્તન કર્યું હતું.
આ ઉપરાંત PSIએ યુવકને તમાચો મારી અપશબ્દ કહી લોકઅપમાં પૂરવાની ધમકી પણ આપી હોવાનો આક્ષેપ જયેશ ગુર્જર દ્વારા કરવામાં આવ્યો છે. આ મામલે યુવક દ્વારા સોશિયલ મીડિયામાં પણ વાયરલ કરવામાં આવ્યો હતો. તો આ સમગ્ર મામલે PSI વિરુદ્ધ IPCની કલમ 323 અને 504 અંતર્ગત NCનો ગુનો નોંધવામાં આવ્યો છે અને હાલ આ મહિલા PSI એમ.એ. ચૌધરીની બદલી વલસાડ ખાતે કરી દેવામાં આવી છે.
