Entertainment News : મનોરંજન જગતમાં હાલમાં એક રસપ્રદ અને ચર્ચાસ્પદ સમાચાર સામે આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી Anandiben Patelની પૌત્રી સંસ્કૃતિ જયના હવે બોલીવૂડ(Bollywood)) પોતાનું નવું અધ્યાય શરૂ કરવા જઈ રહી છે. તેઓ મોટા બજેટની પૌરાણિક અને ભક્તિમય ફિલ્મ ‘કૃષ્ણાવતારમ પાર્ટ 1: ધ હાર્ટ’ દ્વારા રૂપેરી પડદે ડેબ્યુ કરશે તેવી માહિતી સામે આવી છે.
જાણીતા નિર્દેશક હાર્દિક ગજ્જર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ભગવાન શ્રીકૃષ્ણના જીવન, તેમના દિવ્ય પ્રેમ અને ભક્તિના વિવિધ ભાવનાત્મક પાસાઓને કેન્દ્રમાં રાખે છે. ફિલ્મમાં સિદ્ધાર્થ ગુપ્તા ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવે છે, જ્યારે સુષ્મિતા ભટ્ટ રાધાના પાત્રમાં જોવા મળશે. આ સ્ટારકાસ્ટ વચ્ચે સંસ્કૃતિ જયના સત્યભામાના મહત્વપૂર્ણ પાત્રમાં દેખાશે.
મળતી માહિતી મુજબ, ફિલ્મનું ટ્રેલર 15 એપ્રિલ 2026ના રોજ શ્રીકૃષ્ણ જન્મભૂમિ ખાતે ભવ્ય કાર્યક્રમમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. ટ્રેલર રિલીઝ બાદ સોશિયલ મીડિયા પર ફિલ્મને લઈને ચર્ચા અને ઉત્સાહમાં નોંધપાત્ર વધારો થયો છે.
ત્રણ ભાગમાં બનતી આ મહાકાવ્ય શ્રેણીની પ્રથમ કડી 7 મે, 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. નિર્માતાઓના જણાવ્યા મુજબ ફિલ્મમાં પૌરાણિક કથાને આધુનિક રજૂઆત સાથે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ફિલ્મી ઇન્ડસ્ટ્રીમાં હાલ આ ડેબ્યુ અને આવનારી ફિલ્મને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે, અને દર્શકો તેની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
