વારાણસી,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાતે છે, ત્યારે તેઓએ દેશના સૌપ્રથમ મલ્ટી મોડલ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું છે.
Varanasi: Prime Minister Narendra Modi inaugurates the first multi modal terminal constructed on River Ganga pic.twitter.com/qH3eSE9fL6
— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 12, 2018
પીએમ મોદીએ ૨૦૬ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા વારાણસી-હલ્દિયા વચ્ચેના ઇનલેન્ડ વોટર વે ટર્મિનલનું લોકાર્પણ કર્યું હતું. આ સમયે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Varanasi: Prime Minister Narendra Modi at the first multi modal terminal constructed on River Ganga pic.twitter.com/ozfx2HQvdv
— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 12, 2018
આ દરમિયાન પીએમ મોદીએ ગંગા નદી પર બનેલા મલ્ટી મોડલ ટર્મિનલનું નિરીક્ષણ પણ કર્યું હતું.
પીએમ મોદીએ કરેલા મલ્ટી મોડલ ટર્મિનલની લંબાઈ ૨૦૦ મીટર અને પહોળાઈ ૪૫ મીટર છે. આ ટર્મિનલ પર માલની લોડિંગ અને અનલોડિંગ માટે દુનિયાની અત્યાધુનિક હેવી ક્રેન લગાવવામાં આવી છે. આ મોબાઈલ હાર્બર ક્રેન જર્મનીમાં તૈયાર કરવામાં આવી છે અને તેની કિંમત ૨૮ કરોડ રૂપિયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી દેશની સૌથી પ્રાચીન નગરી કહેવાતા કાશીમાં અંદાજે ૨૪૧૩ કરોડ રૂપિયાની અલગ અલગ પરિયોજનાઓની શરૂઆત કરવાના છે. સાથે સાથે તેઓ ૧૨ કિમી લાંબો રોડ-શો પણ કરશે.
पीएम नरेन्द्र मोदी के 12 नवंबर 2018 को वाराणसी, उत्तर प्रदेश में सार्वजनिक कार्यक्रम।
लाइव देखें :
➞ https://t.co/vpP0MI6iTu
➜ https://t.co/lcXkSnweeN pic.twitter.com/G3voJIts6P— BJP (@BJP4India) November 11, 2018
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રધાનમંત્રી મોદી નેશનલ હાઈવે ૫૬ના બાબતપુરથી વારાણસી વચ્ચેના માર્ગનું ૪ લેનમાં રૂપાંતરણ, વારાણસી રિંગ રોડ ફેજ – ૧, આઈડબ્લ્યુટી, સુએજ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે.
આ ઉપરાંત તેઓ ઇન્ટરસેપ્શન ડાઈવર્ઝન ઓફ ડ્રેન એન્ડ ટ્રીટમેન્ટ વર્ક એટ રામનગર વારાણસી, કિલ્લા કટરિયા માર્ગ પર IRQPનું કાર્ય, જૂના નેશનલ હાઈવે નંબર ૭ પર રામનગર માર્ગ પર આઈઆરક્યુપીનું કાર્ય, લહરતારા-કાશી હિંદુ વિશ્વવિદ્યાલય રસ્તા પર ફૂટપાથનું નિર્માણ, વારાણસીમાં હેલીપોર્ટનું નિર્માણ, ડ્રાઈવર ટ્રેનિંગ ઇન્સ્ટીટયુટની સ્થાપના સહિતની અલગ અલગ યોજનાઓનું લોકાર્પણ કરશે.
