Rajkot News: રાજકોટ (Rajkot)માં ગયા સપ્તાહે શહેરમાં એક બેદરકાર સિટી બસ (City Bus)ના ડ્રાઇવરે અકસ્માત (Accident) સર્જ્યો હતો, ડ્રાઇવરે એક સાથે સાતથી આઠ વાહનોને ટક્કર મારતા 4 નિર્દોષનાં કમકમાટીભર્યા મોત થયા હતા. જ્યારે બસ ડ્રાઇવર સહિત કુલ 4 લોકો ઘાયલ થયા હતા. પોલીસ તપાસ શરૂ કરી દેવાઈ હતી. ત્યારે પોલીસે આજે હોસ્પિટલમાંથી રજા મળતાં જ પોલીસે બસનાં ડ્રાઈવર શિશુપાલ રાણાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)ના કમિશ્નરે જણાવ્યું હતું કે સિટી બસ એજન્સી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. એજન્સી સાથે થયેલા કરાર અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. એજન્સી પર દંડ લાદવા માટે મોડી રાત્રે બેઠક યોજાઈ હતી. તપાસ બાદ, એજન્સી અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. જમા કરાયેલ રકમ જપ્ત કરવા માટે કાર્યવાહી કરવામાં આવશે. સિટી બસ (City Bus)નો કોન્ટ્રાક્ટ દિલ્હીની PMI એજન્સી સાથે છે અને તેના સંચાલન માટે વિશ્વકર્મા અને નારાયણ નામની બે એજન્સીઓ છે.

રાજકોટ (Rajkot) શહેર DCP ઝોન-2 જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે પોલીસે FSL અને RTO અધિકારીઓની હાજરીમાં બસનો મિકેનિકલ ટેસ્ટ કરાવ્યો હતો જેમાં જાણવા મળ્યું હતું કે બસના મિકેનિકલ રીતે સંપૂર્ણપણે ફિટ છે, એટલે કે તેમાં કોઈ ખામી નથી, જ્યારે બસ ડ્રાઇવરનું ટ્રાન્સપોર્ટ લાયસન્સ (Driving Licence) ફેબ્રુઆરી 2025 માં પૂરૂં થઈ ગયું હતું. લોકોએ ફરિયાદ કરી હતી કે બસ ડ્રાઇવર નશામાં હતો, તેથી તેના લોહીના નમૂના લઈને કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ તે નશામાં ન હોવાનું જાણવા મળ્યું હતું.
રાજકોટમાં બસ ડ્રાઇવરના ડ્રાઇવિંગ લાયસન્સની મુદત ફેબ્રુઆરીમાં જ પૂર્ણ થઈ ગઈ હતી. RTOની તપાસમાં બસમાં કોઈ યાંત્રિક ખામી ન હોવાનું બહાર આવ્યું હતું, પરંતુ ગાંધીગ્રામ પોલીસે હત્યા ન ગણાતા સાઅપરાધ માનવવધ અને મોટર વાહન અધિનિયમ (Motor Vehicle Act)ની વિવિધ કલમો હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. હાલમાં બસ ડ્રાઈવરને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પોલીસ સઘન પૂછપરછ કરશે.
આ પણ વાંચો:રાજકોટ કાર અકસ્માતમાં ‘ડ્રાઈવર’ની આખરે ધરપકડ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો
આ પણ વાંચો:રાજકોટમાં નબીરા દ્વારા અકસ્માત કરવા મામલે હ્યુમન રાઇટ્સ વિભાગના આસિ.પ્રોફેસરનું નિવેદન આવ્યું સામે
આ પણ વાંચો:રાજકોટ સિટી બસ અકસ્માતમાં બસ સંપૂર્ણપણે ફિટ, કંપનીને માત્ર નજીવો દંડ; CCTV જોઈ ચોંકી જશો
