Rajkot News: ગઈકાલ બુધવારે સવારે રાજકોટ (Rajkot) શહેરમાં એક બેદરકાર સિટી બસના ડ્રાઇવરે અકસ્માત (Accident) સર્જ્યો હતો. ડ્રાઇવરે એક સાથે સાતથી આઠ વાહનોને ટક્કર મારતા 4 નિર્દોષનાં કમકમાટીભર્યા મોત થયા હતા. જ્યારે બસ ડ્રાઇવર સહિત કુલ 4 લોકો ઘાયલ થયા હતા. પોલીસ તપાસ શરૂ કરી દેવાઈ છે. FSL રિપોર્ટ (Forensic Report) મુજબ બસમાં કોઈ ખામી ન હોવાનું સામે આવ્યું છે. બીજી બાજુ અકસ્માત (Accident)ની ઘટનામાં બસ એજન્સીને માત્ર 2,674 રૂપિયાનો દંડ ફટકારાયો છે. રાજકોટ મનપા (RMC)નું કહેવું છે કે બસ 19 મહિના પહેલા જ ખરીદી છે. પોલીસે બસ પર પથ્થરમારો કરવા મુદ્દે 15-20 ટોળા સામે મિલકતનું નુકસાન કરવા તેમજ પોલીસ કાર્યવાહીમાં અવરોધો પેદા કરવા બદલ ગુનો દાખલ કર્યો હોવાનું સામે આવ્યું છે.
અકસ્માત (Accident)ની ઘટનામાં કંપનીને દંડ ફટકારાતા લોકોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો છે. બેફામ સિટી બસના ચાલકે 4 નિર્દોષ લોકોનો ગઈકાલે જીવ લેતાં સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે. રાજકોટ (Rajkot) મનપા અને કંપની વચ્ચે થયેલ કોન્ટ્રાક્ટ મુજબ દંડ કરાશે. મનપા કંપનીને પ્રતિ કિલોમીટર દીઠ 53.48 રૂપિયા ચુકવે છે. અકસ્માતમાં કંપનીને 50 કિમી ટ્રીપના દંડની જોગવાઈ મુજબ દંડ વસૂલાશે. પ્રાપ્ત માહિતી મુજબ સિટી બસનો કોન્ટ્રાક્ટ દિલ્લીની PMI કંપની પાસે છે, રાજકોટ મનપાના પૂર્વ આસિસ્ટન્ટ ઈજનેર જસ્મિન રાઠોડ કાર્યભાર સંભાળે છે. ભાજપ અગ્રણી વિક્રમ ડાંગર પણ બસનું સંચાલન કરે છે. પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાએ બેઠક કરી છે. આ બેઠકમાં જુદા-જુદા વિભાગના અધિકારી હાજર રહ્યા હતા તેમજ તપાસમાં કંપની, એજન્સીના માણસોની જવાબદારી મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે.

રાજકોટ (Rajkot) શહેરમાં અકસ્માત (Accident) મામલે પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે બસ ડ્રાઇવરના ડ્રાઇવિંગ લાયસન્સની મુદત ફેબ્રુઆરીમાં જ પૂર્ણ થઈ ગઈ હતી. RTOની તપાસમાં બસમાં કોઈ યાંત્રિક ખામી ન હોવાનું બહાર આવ્યું છે, પરંતુ ગાંધીગ્રામ પોલીસે હત્યા ન ગણાતા સાઅપરાધ માનવવધ અને મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. હાલમાં બસ ડ્રાઈવરની સારવાર ચાલી રહી છે અને તેને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. ડિસ્ચાર્જ થયા બાદ તેને કસ્ટડીમાં લેવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટ (Rajkot) શહેર DCP ઝોન-2 જગદીશ બાંગરવાએ માહિતી આપી હતી કે બુધવારે રાજકોટ શહેરના ઇન્દિરા સર્કલ પાસે સિટી બસના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પોલીસે FSL અને RTO અધિકારીઓની હાજરીમાં બસનો મિકેનિકલ ટેસ્ટ કરાવ્યો હતો જેમાં જાણવા મળ્યું હતું કે બસના મિકેનિકલ રીતે સંપૂર્ણપણે ફિટ છે, એટલે કે તેમાં કોઈ ખામી નથી, જ્યારે બસ ડ્રાઇવરનું ટ્રાન્સપોર્ટ લાયસન્સ (Driving Licence) ફેબ્રુઆરી 2025 માં પૂરૂં થઈ ગયું હતું. લોકોએ ફરિયાદ કરી હતી કે બસ ડ્રાઇવર નશામાં હતો, તેથી તેના લોહીના નમૂના લઈને કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ તે નશામાં ન હોવાનું જાણવા મળ્યું હતું.
મળતા અહેવાલો મુજબ CCTV ફૂટેજમાં જણાઈ રહ્યું છે કે બસનો ડ્રાઇવર બ્રેક લગાવવામાં અસમર્થ હતો જેથી અકસ્માત સર્જાયો હતો. બ્રેક કેમ ન લાગી તેના કારણો શોધવા માટે તપાસ કરવામાં આવશે. CCTV ફૂટેજનાં આધારે પોલીસ ડ્રાઈવર વિરૂદ્ધ ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરશે.
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, બેફામ પણે બસ ચલાવતા આવા ડ્રાઈવરો સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. જ્યારે રાજકોટના સાંસદ રામ મોકરિયાએ કહ્યું હતું કે, બસની સ્પિડ લિમિટ બંધ કરવા માટે મહાનગર પાલિકાના કમિશ્વનર સાથે વાત થઈ છે. ટ્રાફિકમાં કોઈપણ બસ કે વાહન સ્પીડમાં ન જવું જોઈએ.
આ પણ વાંચો: રાજકોટ કાર અકસ્માતમાં ‘ડ્રાઈવર’ની આખરે ધરપકડ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો
આ પણ વાંચો: રાજકોટમાં નબીરા દ્વારા અકસ્માત કરવા મામલે હ્યુમન રાઇટ્સ વિભાગના આસિ.પ્રોફેસરનું નિવેદન આવ્યું સામે
આ પણ વાંચો: રાજકોટ-અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં જામનગરના વાંઝા પરિવારના ત્રણ લોકોના મોત : પરિવારજનોનું હૈયાફાટ રૂદન
