Ananad News: આણંદ મહાનગર પાલિકા બન્યાને ઘણો સમય થયો પરંતુ પ્રાથમિક સુવિધાના અભાવના કારણે ઘણી સુવિધાઓથી વંચિત લોકો દ્વારા લખાયેલ છે આ પત્ર જેમાં તેમની સમસ્યાઓ અને માંગણી સ્પષ્ટ જાહેર કરી છે.
પ્રતિશ્રી,
કમિશનરશ્રી,
આણંદ મહાનગર પાલિકા,
આણંદ.
વિષય: આણંદ મહાનગર પાલિકામાં પ્રાથમિક સુવિધાઓના અભાવ અંગે રજૂઆત.
મા. સાહેબશ્રી,
જય ભારત. ઉપરોક્ત વિષયને અનુલક્ષીને નમ્રતાપૂર્વક રજૂઆત કરવી છે કે, આણંદ નગરપાલિકા મહાનગર પાલિકા બન્યા પછી ઘણો સમય વીતી ગયો છે. છતાં પણ આણંદના નાગરિકોને અનેક પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેવું પડે છે.
રસ્તાઓની હાલત
અનેક વિસ્તારોમાં રોડ તૂટેલી હાલતમાં છે. જીટોડિયા વિસ્તારની સેન્ટ ઝેવિઅર્સ સ્કૂલ તરફનો રોડ અત્યંત ખરાબ છે, જેના કારણે વિદ્યાર્થીઓને અકસ્માત થવાનો ભય છે. ઉમાભવન થી આકાશદીપ સુધી, ગ્રિડ ચોકડી થી ભાલેજ બ્રિજ સુધીના રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં છે. જુના મોગરી રોડ તથા આકૃતિનગર વિસ્તારના રસ્તાઓ તાત્કાલિક મરામત કરવાની જરૂર છે.
ટ્રાફિક અને ગાયોનો ત્રાસ
ગૌચર જમીનના અભાવે શહેરમાં રખડતી ગાયોનું પ્રમાણ વધી રહ્યું છે. ટ્રાફિક નિયંત્રણ માટે યોગ્ય આયોજનનો અભાવ છે.
ગટર અને પાણીની સમસ્યાઓ
અમુક વિસ્તારોમાં ગટર લાઈનો પહોંચેલી નથી. પીવાના પાણીનું પ્રેશર ઘણું ઓછું રહે છે, જેના કારણે નાગરિકોને મુશ્કેલી પડે છે. ટી.પી.-8 વિસ્તારમાં વરસાદી પાણીના કોઝમાં ગટર અને હોટેલનું વેસ્ટ પાણી નાખવાથી મચ્છરો તથા દુર્ગંધનો પ્રચંડ ત્રાસ છે.
પરિભ્રમણ અને વિકાસ પ્રશ્નો
બાકરોલ, મંગલપુર, સોગોડપુરા, મોટિ ખોડિયાર જેવા વિસ્તારો હજુ વિકાસથી વંચિત છે. કોમ્યુનિટી હોલ, બાગબગીચા, ગટર લાઈન અને પાણીની લાઈન જેવી સુવિધાઓ તાત્કાલિક પૂરું પાડવા વિનંતી છે. વૈભવ સિનેમા પાછળનો નવો રોડ ઊંચો હોવાથી વરસાદી પાણી સોસાયટીઓમાં ઘૂસી જાય છે. પાણીના નિકાલની વ્યવસ્થા કરવી જરૂરી છે.
ભાલેજ ઓવેરબ્રિજ
ભાલેજ રોડ એકમાત્ર હાઈવે જોડતો બ્રિજ છે, જે ટ્રાફિક દબાણ સહન કરી શકતો નથી. નાગરિકોની વારંવારની રજૂઆતો છતાં બ્રિજ પહોળો કરવામાં આવ્યો નથી. આ કામગીરી વહેલી તકે કરવામાં આવે તેવી અપેક્ષા છે.
[fvplayer id=”74″]
ભ્રષ્ટાચારનો પ્રશ્ન
નગરપાલિકા તથા કોન્ટ્રાક્ટરોના કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાની લોકવાયકા છે. બ્લેકલિસ્ટ કરાયેલા કોન્ટ્રાક્ટરોને હજુ કામ મળતું હોવાની ગંભીર ફરિયાદ છે.
માગણીઓ:
મુખ્ય રસ્તાઓની તાત્કાલિક મરામત અને પહોળા કરવા.
ગટર તથા પીવાના પાણીની સમસ્યાનું નિવારણ.
ટ્રાફિક નિયંત્રણ અને રખડતી ગાયોની સમસ્યાનો ઉકેલ.
નવો રોડ બનાવતી વખતે વરસાદી પાણીના નિકાલનું યોગ્ય આયોજન.
બાહ્ય વિસ્તારોમાં પણ વિકાસ કાર્યો (ગટર, પાણી, બગીચા, કોમ્યુનિટી હોલ).
ભાલેજ ઓવેરબ્રિજનું તાત્કાલિક વિસ્તરણ.
ભ્રષ્ટાચાર અટકાવવા બ્લેકલિસ્ટેડ કોન્ટ્રાક્ટરો પર કડક કાર્યવાહી.
આ પણ વાંચો:પાટડીમાં ખારાઘોડા પંચાયતની ગ્રામસભામાં મહિલા તલાટીની હાજરીમાં સરપંચે અપશબ્દો ઉચ્ચાર્યા
આ પણ વાંચો:અમદાવાદ, સુરત, કચ્છ ભૂગર્ભજળના નિષ્કર્ષણને કારણે ધીમે ધીમે ડૂબી રહ્યા છે
આ પણ વાંચો:GSTમાં ફેરફારને લઈ પાટીલનું નિવેદન, GSTમાં રાહતને આવકારી
