નેશનલ કોન્ફરન્સનાં નેતા અને જમ્મુ-કાશ્મીરનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાને કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ રાજ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. અબ્દુલ્લાને જમ્મુ-કાશ્મીરનાં જાહેર સલામતી અધિનિયમ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. કાશ્મીરની પરિસ્થિતિમાં છેલ્લા ઘમા સમયથી સુધારો જોવા મળી રહ્યો છે, જો કે રાજ્યની પરિસ્થિતિ હજી પણ સંપૂર્ણપણે નિયંત્રણમાં નથી. આ કેસમાં પીએસએ હેઠળ ફારૂક અબ્દુલ્લાની અટકાયત અવધિમાં 3 મહિનાનો વધારો કરવામાં આવ્યો છે. ફારૂકને શ્રીનગર સ્થિત તેમના પોતાના મકાનમાં અટકાયતમાં લેવામાં આવ્યા છે.
5 ઓગસ્ટે, જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી આર્ટિકલ 370 ને મોદી સરકારે ઠરાવ પત્ર લાવીને દૂર કરી હતી. આ સાથે, જમ્મુ-કાશ્મીરથી લદ્દાખને અલગ કરતા બંનેને કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવામાં આવ્યા હતા. રાજ્યમાં સ્થિતિ ન બગડે તે જોતા રાજ્યનાં ઘણા મોટા રાજકારણીઓની અટકાયત કરવામાં આવી હતી. તેમાં ફારૂક અબ્દુલ્લાની સાથે ઓમર અબ્દુલ્લા, પીડીપી નેતા મહેબૂબા મુફ્તી અને અન્ય લોકો શામેલ હતા.
National Conference leader Farooq Abdullah's detention under Public Safety Act, extended for three more months. (File pic) pic.twitter.com/UhtSZQgWo1
— ANI (@ANI) December 14, 2019
પબ્લિક સેફ્ટી એક્ટ (પીએસએ) હેઠળ અટકાયત કરાયેલ કોઈપણ વ્યકિતને કોર્ટમાં હાજર થયા વિના 2 વર્ષ સુધી રાખી શકાય છે. કાશ્મીરમાં આ પહેલીવાર છે જ્યારે મુખ્ય ધારાનાં નેતાઓની આ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હોય. આ એક્ટનો ઉપયોગ સામાન્ય રીતે આતંકવાદીઓ, અલગાવવાદીઓ અને પથ્થરબાજો માટે કરવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
