Mumbai News : મુંબઈ એરપોર્ટ પર સોમવારના રોજ મોટચી દુર્ઘટના થતા રહી ગઈ હતી. જેમાં કોચીથી મુંબઈ આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-2744 ભારે વરસાદને કારણે લપસી ગઈ હતી. આ ઘટનામાં તમામ મુસાફરોનો જીવ બચી ગયો હતો.મળતી માહિતી મુજબ, લેન્ડિંગ દરમિયાન રનવે 27 પર ટચડાઉન ઝોન નજીક વિમાન લપસી ગયું અને લગભગ 16 થી 17 મીટર બહાર નીકળી ગયું. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિમાનના ત્રણ ટાયર ફાટી ગયા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ અકસ્માત ખરાબ હવામાનને કારણે થયો હતો.
જોકે, પાઇલટે પોતાની સમજદારીથી વિમાનને કાબૂમાં રાખ્યું. આ રીતે, લેન્ડિંગ સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યું અને તમામ મુસાફરો અને ક્રૂ સભ્યોના જીવ બચી ગયા.હવે એર ઇન્ડિયા દ્વારા આ અંગે એક નિવેદન જારી કરવામાં આવ્યું છે. એર ઇન્ડિયાના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ’21 જુલાઈ 2025 ના રોજ કોચીથી મુંબઈ જતી ફ્લાઇટ AI-2744 માં લેન્ડિંગ દરમિયાન ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે લેન્ડિંગ પછી રનવે પર લપસી ગયું હતું. વિમાન ગેટ પર સુરક્ષિત રીતે અટકી ગયું હતું અને બધા મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત છે. તપાસ માટે વિમાનને ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું છે. મુસાફરો અને ક્રૂની સલામતી અમારી ટોચની પ્રાથમિકતા છે.’
એરપોર્ટના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, આ ઘટનાને લઈને મુખ્ય રનવેને થોડું નુકસાન થયું છે. જેને કારણે બીજો રનવે તાત્કાલિક અસરથી સક્રિય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ વિમાન દુર્ઘટના પછી, એર ઈન્ડિયાની ફ્લાઇટ્સમાં સતત સમસ્યાઓના અહેવાલો આવી રહ્યા છે. ગઈકાલે, રાંચી-દિલ્હી ફ્લાઇટમાં ટેકનિકલ સમસ્યા આવી હતી જેના કારણે ફ્લાઇટ લગભગ બે કલાક સુધી રનવે પર ફસાઈ ગઈ હતી. જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો:મુંબઈ બ્લાસ્ટના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી બશીરની કેનેડામાં ધરપકડ,હવે ભારત લાવવામાં આવશે
આ પણ વાંચો:ગુજરાત ATSએ 1993ના મુંબઈ બ્લાસ્ટના 4 આરોપીઓની કરી ધરપકડ
આ પણ વાંચો:ઉધ્ધવના ઉમેદવારના પ્રચાર માટે આવ્યો મુંબઈ બ્લાસ્ટનો આરોપી
