Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ SBI માં જો તમારું ખાતું હોય તો સાવચેત થઈ જજો, 1 ડિસેમ્બરથી બંધ થશે આ ચાર સેવાઓ

અમદાવાદ: દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)માં જો તમે ખાતું (એકાઉંટ) ધરાવતા હો તો તમારા માટે આ ખૂબ જરૂરી અને મહત્વના સમાચાર છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આગામી તા. 1 ડિસેમ્બરથી પોતાની ચાર મહત્વની સેવાઓ બંધ કરવા જઇ રહી છે. જો તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહક છો, તો આગામી તા. 1 […]

November 27, 2018November 27, 2018harshjit jani
Top Stories India Trending Business
If you have an account in SBI, be careful, these four services will be closed from 1 December

અમદાવાદ: દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)માં જો તમે ખાતું (એકાઉંટ) ધરાવતા હો તો તમારા માટે આ ખૂબ જરૂરી અને મહત્વના સમાચાર છે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આગામી તા. 1 ડિસેમ્બરથી પોતાની ચાર મહત્વની સેવાઓ બંધ કરવા જઇ રહી છે. જો તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહક છો, તો આગામી તા. 1 ડિસેમ્બર,૨૦૧૮ પછી આ સેવાઓનો લાભ મેળવી શકશો નહી.

જો કે કેટલીક સેવાઓનો ઉપયોગ તમે બેંકની શરતોને પૂર્ણ કર્યા પછી તેનો ઉપયોગ કરી શકશો. જે ચાર સેવાઓ બંધ કરવામાં આવી રહી છે તે અત્રે પ્રસ્તુત કરવામાં આવી છે.

 

ઇન્ટરનેટ બેકિંગ સર્વિસ બ્લોક થશે

બેંક (એસબીઆઈ) દ્વારા પોતાના ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે કે, તમારો મોબાઇલ નંબર તા. 1 ડિસેમ્બર, ૨૦૧૮ સુધીમાં બેંક સાથે રજિસ્ટર કરાવી લો. બેંકે જણાવ્યું છે કે, જો તમે તા. 1 ડિસેમ્બર, ૨૦૧૮ સુધીમાં આ કામ પતાવી લેજો. નહી તો, તમારી ઇન્ટરનેટ બેકિંગ સેવાને બ્લોક કરી દેવામાં આવશે.

આ પછી તમે ઇન્ટરનેટ બેકિંગના માધ્યમથી ટ્રાંજેક્શન નહી કરી શકો. જો કે, આ સંજોગોમાં તમે ખાતાધારક તરીકે અન્ય સેવાઓનો લાભ તો ઉઠાવી જ શકશો, પરંતુ ઓનલાઇન બેકિંગનો ઉપયોગ કરી શકશો નહી.

SBI વોલેટ બંધ કરાશે

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) તેના પોતાના સૌથી લોકપ્રિય અને મહત્વપૂર્ણ મોબાઇલ વોલેટ SBI Buddy ને બંધ કરવા જઇ રહી છે. બેંક દ્વારા આગામી તા. 30 નવેમ્બરથી તેને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. એસબીઆઈએ આ અંગે પોતાના ગ્રાહકોને સૂચના આપી છે.

બેંકે ગ્રાહકોને કહ્યું કે તે 30 નવેમ્બર સુધી વોલેટમાં વધેલા પૈસા કાઢી લે. એસબીઆઈએ મોબાઇલ વોલેટ Buddy ની શરૂઆત ઓગસ્ટ 2015માં કરી હતી. તેની સાથે તેને એક સાથે 13 ભાષાઓમાં લોંચ કર્યું હતું.

જો કે ગ્રાહકો તેના SBI Buddy વોલેટના સ્થાને હવે SBI YONO ને મોબાઇલ વોલેટની જેમ ઉપયોગ કરી શકાશે. YONO માં SBI Buddy ની તુલનામાં વધુ ફીચર્સ છે.

પેંશનધારકોનું અટકી શકે છે પેંશન

એસબીઆઈના પેંશનધારકોને તા. 30 નવેમ્બર સુધી પોતાનું લાઇફ સર્ટિફિકેટ (જીવન પ્રમાણપત્ર) જમા કરાવવું પડશે. જે ગ્રાહકો પોતાનું જીવન પ્રમાણપત્ર જમા કરાવશે કે તુરંત જ તેમના પેંશનને રિલીઝ કરવામાં આવશે. લાઇફ સર્ટિફિકેટ નહી આપનાર લોકોનું 30 નવેમ્બર સુધી પેંશન અટકાવી દેવામાં આવશે. જોકે, ત્યારબાદ SBI કઇ શરતો પર પેંશન ઇશ્યૂ થશે, તે સ્પષ્ટ કર્યું નથી.

પેંશન ઉપર અપાતી લોન સ્કીમની બંધ થશે

એસબીઆઈ બેંકમાં ખાતું ધરાવતા પેંશનધારકો માટે વધુ એક સમાચાર છે, જે લોકોનું પેંશન SBI ના ખાતામાં આવે છે, તેના માટે બેંક તરફથી શરૂ કરવામાં આવેલી લોન સ્કીમ બંધ થવા જઇ રહી છે.

બેંકે ફેસ્ટિવલ સિઝનમાં પેંશનધારકો માટે લોનની શરૂઆત કરી હતી. આ સ્કીમમાં પેંશનર્સને કોઇપણ જાતની પ્રોસેસિંગ ફી વિના લોન મળતી હતી. પરંતુ 30 નવેમ્બરથી SBI આ સ્કીમ બંધ કરી દેશે.

Post navigation

#RajasthanElections2018 : ભાજપે જાહેર કર્યો પોતાનો ચૂંટણી ઢંઢેરો, કરી આ જાહેરાત
video: 70 ફૂટ ઊંડા કૂવામાંથી કરાયું અજગરનું રેસ્ક્યુ

More Posts

vairal news/ “…હું ડરથી ધ્રૂજતો હતો”, દિલ્હી મેટ્રોમાં છોકરા સાથે થયું ગંદું કૃત્ય, સોશિયલ મીડિયા પર વર્ણવી આપવીતી 

May 5, 2024May 5, 2024Mansi Panara
Disha Salian

Entertainment News/ દિશા સાલિયન કેસમાં મોટો વળાંક, પિતાએ આદિત્ય ઠાકરેને ₹500 કરોડની માનહાનિ નોટિસ મોકલી

September 17, 2026September 17, 2026Kavita Solanki

Gujarat Road Project/ ગુજરાતને મળી 1,500 કરોડની માર્ગ યોજનાઓની ભેટ

March 12, 2024jani

Peru News/ આ દેશમાંથી મળી આવ્યું છે 4,000 વર્ષ જૂનું મંદિર

July 7, 2024jani

Not Set/ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ પર પોલિસકર્મીએ બંદૂક તાણી

December 17, 2017Mantavya Team

Rajkot Fire Tragedy/ શાસક પક્ષ માટે પ્રજાનું જીવન ‘ગેમ’ જ છેઃ શક્તિસિંહ ગોહિલ

May 27, 2024May 27, 2024jani

Business News/ શું ટ્રમ્પની ધમકીઓ ભારતને ડરાવી રહી છે? સપ્ટેમ્બરમાં રશિયાની તેલ ખરીદીમાં થયો ઘટાડો

October 2, 2025Panara Mansi

Dharma & Bhakti/ શરદ પૂનમના દિવસે પૃથ્વી પર માતા લક્ષ્મીનું આગમન થાય છે…ઘરના મુખ્ય દ્વાર પર અવશ્ય કરો દીવો…

October 5, 2025October 4, 2025Sangita Purohit Jani
સોશિયલ મીડિયા સ્ટાર Kirti Patel ફરી વિવાદમાં, પોલીસએ પિતાના ઘરેથી ઝડપી

Gujarat News/ કીર્તિ પટેલની ધરપકડ: સુરેન્દ્રનગરથી પુણા પોલીસે ઝડપી, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને સુરત લઈ જવાઈ

July 30, 2026July 30, 2026Maya Sindhav
Woman Eloped Case:રાજુ બની નાઝીમ પરિણીતાને ભગાડી ગયો? ખેડામાં ચકચાર મચાવતો કેસ

Kheda News/ કઠલાલમાં નામ બદલી પરિણીતાને ભગાડ્યાનો આરોપ, પોલીસે UPમાંથી યુવક અને મહિલાને ઝડપી પાડ્યા

June 3, 2026Maya Sindhav
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy