Vadodara Bridge Collapse/ રાજ્ય સરકારે 24 જાન્યુઆરી 2023ના રોજ રજૂ કર્યો હતો બ્રિજ રિપોર્ટ

વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18ના મોત પછી રાજ્યમાં પુલોની સલામતીને લઈને ગંભીર સવાલો સર્જાયા છે. આ પહેલા રાજ્ય સરકારે બ્રિજોનો રિપોર્ટ  હાઇકોર્ટમાં રજૂ કર્યો હતો. રાજ્ય સરકારે રાજ્યના પુલોનો સરવે કરી 24 જાન્યુઆરી 2023ના રોજ રિપોર્ટ રજૂ કર્યો હતો.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Vadodara News: વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18ના મોત પછી રાજ્યમાં પુલોની સલામતીને લઈને ગંભીર સવાલો સર્જાયા છે. આ પહેલા રાજ્ય સરકારે બ્રિજોનો રિપોર્ટ  હાઇકોર્ટમાં રજૂ કર્યો હતો. રાજ્ય સરકારે રાજ્યના પુલોનો સરવે કરી 24 જાન્યુઆરી 2023ના રોજ રિપોર્ટ રજૂ કર્યો હતો.

આ રિપોર્ટ 22 ફેબ્રુઆરી 2023ના રોજ રજૂ કરવામાં આવ્યો હતો. બ્રિજોની સ્થિતિ અંગે કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. નાના અને મોટા ફ્લાયઓવરનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અંડરબ્રિજ અને ઝૂલતા પુલ અંગે પણ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં 348 બ્રિજ આવેલા છે. તેમા 131 બ્રિજ નગરપાલિકાની અંડરમાં આવેલા છે. 1,411 બ્રિજ રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટની અંડરમાં છે. સરકારે દાવો કર્યો છે કે બ્રિજો માટે પોલિસી બનાવવામાં આવી રહી છે. આ આદેશમાં જણાવાયું છે કે સરકાર બ્રિજો માટે પોલિસી બનાવી રહી છે.

આ અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 40 પુલમાં સામાન્ય રિપેરિંગની જરૂરિયાત હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમા 23 પુલમાં મોટાપાયા પર રિપેરિંગ હોવાની જરૂરિયાત હતી. 63 પુલમાંથી 23 પુલનું રિપેરિંગ થઈ ચૂક્યું હતું. 24 જાન્યુઆરીની સ્થિતિએ 36 પુલનું કામ બાકી હતું.

આ ઉપરાંત 398 પુલની રિપેરિંગની જરૂરિયાત ન હોવાનો રિપોર્ટ હતો. મનપા હેઠળ અ348માંથી 29માં સામાન્ય રિપેરિંગની જરૂરિયાત હતી. મનપા હેઠળ 18 બ્રિજમાં મેજર રિપેરિંગની જરૂરિયાત હતી. નગરપાલિકાના 113માંથી 11 પુલમાં સામાન્ય રિપેરિંગની જરૂરિયાત હતી. આ ઉપરાંત નગરપાલિકાના પાંચ પુલમાં મેજર રિપેરિગંની જરૂરિયાત હતી. આમ સરકારે રિપોર્ટ તો આપ્યો હતો, પરંતુ પુલો રિપેર થયા ન હતા અને કેટલાક પુલો રિપેર થયા તેમા નબળું કામ કરવમાં આવ્યું હતું. વડોદરાનો ગંભીરા બ્રિજ આ નબળા કામનો જ ભોગ બન્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરા પુલ ધરાશાયી: જો સ્થાનિક લોકો મદદ માટે ન આવ્યા હોત તો મૃત્યુઆંક વધુ હોત

આ પણ વાંચો:LIVE: ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં 10 લોકો મોતને ભેટ્યા,મૃતકોની યાદી આવી સામે

આ પણ વાંચો:ગંભીરા બ્રિજ જ નહીં રાજ્યમાં આવી અનેક દુર્ઘટના રાહ જોઈને હજી ઊભી છે