Reliance/ કેટલી કંપની ખરીદશે મુકેશ અંબાણીઃ જર્મન કંપનીના ભારતીય એકમને ખરીદશે રિલાયન્સ

મુકેશ અંબાણીએ જર્મનીની રિટેલ કંપની મેટ્રોના ભારતીય કારોબારને ખરીદવાનો નિર્ણય કર્યો છે. તેઓ મેટ્રોને 4,000 કરોડથી વધુની રકમમાં ખરીદવાના છે.

Top Stories
  • રિલાયન્સ મેટ્રોને 4000 કરોડ રૂપિયામાં ખરીદશે
  • મેટ્રો સાથેનું ડીલ રિલાયન્સને રિટેલમાં કિંગ બનાવશે
  • રિલાયન્સ રિટેલનો બે લાખ કરોડનો કારોબાર દસ લાખ કરોડે લઈ જવાનો લક્ષ્યાંક

Reliance દ્વારા રિટેલ (Retail) મોરચે એક પછી એક કંપનીઓ ખરીદવામાં આવી રહી છે, આ જોઈને કોઈને પણ સવાલ થાય કે મુકેશ અંબાણી (Mukesh Ambani) કેટલી કંપની ખરીદશે. મુકેશ અંબાણીએ જર્મનીની રિટેલ કંપની મેટ્રોના (Metr0) ભારતીય કારોબારને ખરીદવાનો નિર્ણય કર્યો છે. તેઓ મેટ્રોને 4,000 કરોડથી વધુની રકમમાં ખરીદવાના છે. આ ડીલ ફાઇનલ થઈ ગયું છે. મેટ્રો સાથેનું મુકેશ અંબાણીનું આ ડીલ તેમને ભારતીય રિટેલ કિંગ બનાવી દેશે.

ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણી કિશોર બિયાણીની (Kishor Biyani) બિગ બાઝારને (Big bazar)ખરીદી ચૂક્યા છે. રિલાયન્સનું જ એકમ એવી રિલાયન્સ રિટેલ હાલમાં બે લાખ કરોડનો કારોબાર ધરાવે છે. હવે મુકેશ અંબાણી રિલાયન્સ રિટેલનો બે લાખ કરોડનો કારોબાર આગામી સમયમાં દસ લાખ કરોડે લઈ જવાનું આયોજન ધરાવે છે. આ વ્યૂહરચનાના ભાગરૂપે જ રિલાયન્સે મેટ્રોનો ભારતીય કારોબાર ખરીદ્યો છે.

મુકેશ અંબાણીએ તાજેતરમાં જ કરેલા ડીલ્સમાં જોઈએ તો અમેરિકન કંપની સેન્સહોક અને સોફ્ટ ડ્રિન્ક કેમ્પા કોલા ખરીદી હતી. આ સિવાય પોલીએસ્ટર ચિપ અને વૂલન કંપની શુભલક્ષ્મી પોલિએસ્ટર્સ ખરીદી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ ડીલમાં 31 હોલસેલ ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર, લેન્ડ બેંક અને મેટ્રો કેશ એન્ડ કેરીની માલિકીની અન્ય સંપત્તિનો પણ સમાવેશ થાય છે. આ કરાર દેશની સૌથી મોટી રિટેલ કંપની રિલાયન્સ રિટેલને B2B સેગમેન્ટમાં તેની હાજરી વધારવામાં મદદ કરશે.
મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને મેટ્રો વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી ચર્ચા ચાલી રહી હતી. જે બાદ મેટ્રો કંપનીએ ગયા અઠવાડિયે જર્મન કંપની રિલાયન્સ રિટેલના પ્રસ્તાવ પર સંમતિ દર્શાવી છે. મેટ્રો અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બંનેએ આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

આ પણ વાંચોઃ 

NCP નેતા રેશ્મા પટેલે સુપ્રીમ કોર્ટના EWS ચુકાદાને આવકાર્યો,જાણો શું

સુકેશ ચંદ્રશેખરનો LGને ત્રીજો પત્રઃ ‘સત્યેન્દ્ર જૈન દ્વારા સતત ધમકીઓ’ મળે છે