Not Set/ શહીદોને શ્રદ્ધાંજલિ: રાતોરાત ભોજન સમારોહ રદ કરાયો, લગ્નનો ખર્ચ શહીદોના પરિવારને દાન

સુરત, જમ્મુ-કાશ્મીરમાં ગઈ કાલે થયેલ આતંકી હુમલામાં ઘણા જવાનો શહીદ થયા છે. શહીદ થયેલા જવાનોને લોકો અલગ અલગ રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે અને આવામાં બે પરિવાર એવા છે કે જેઓએ તેમના બાળકોના લગ્ન સાદાઈથી કરવાનું નક્કી કર્યું છે. આપને જણાવી દઈએ કે સોશિયલ મીડિયામાં એક કંકોત્રી વાયરલ થઇ રહી છે. જેમાં એવો ઉલ્લેખ […]

Top Stories Gujarat Surat

સુરત,

જમ્મુ-કાશ્મીરમાં ગઈ કાલે થયેલ આતંકી હુમલામાં ઘણા જવાનો શહીદ થયા છે. શહીદ થયેલા જવાનોને લોકો અલગ અલગ રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે અને આવામાં બે પરિવાર એવા છે કે જેઓએ તેમના બાળકોના લગ્ન સાદાઈથી કરવાનું નક્કી કર્યું છે.

આપને જણાવી દઈએ કે સોશિયલ મીડિયામાં એક કંકોત્રી વાયરલ થઇ રહી છે. જેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અમે બંને વેવાઈએ અમારા બાળકોના લગ્ન સદાઈથી કરવાનું નક્કી કર્યું છે અને શહીદોની સ્મૃતિમાં સેવા સંસ્થાઓને રૂપિયા 5 લાખ અનુદાન અને શહીદોના પરિવારોને 11 લાખ આપવાનું નિર્ધારિત કર્યું છે.

આપને જણાવી દઈએ કે આજ એટલે કે 15 ફેબ્રુઆરીના રોજ સુરતના માણેક અને સંધવી પરિવારના બાળકોના લગ્ન નિરધાર્યા છે અને લગ્નના આગલા દિવસે જ કાશ્મીરના પુલાવામાં આતંકી હુમલામાં દેશના જવાનો શહીદ થતાં લગ્નનો માહોલ શોકમાં પલટાયો હતો.સુરતના આ બંને શોકાતુર પરિવારોએ એક જ રાતમાં નિર્ણય કર્યો હતો કે દેશ જ્યારે શહીદોનો શોક મનાઇ રહ્યો છે ત્યારે આ લગ્ન સાદાઇથી કરવા.

માણેક અને સંઘવી પરિવારે લગ્ન તો સાદાઇથી કરવાની જાહેરાત કરીને તેમાં થનારા ખર્ચાને દાનમાં આપવાનું નક્કી કર્યું છે.

આપને જણાવી દઈએ કે સોશિયલ મીડિયામાં એક કંકોત્રી વાયરલ થઇ રહી છે જેમાં આજે રાખવામાં આવેલ ભોજન સમારોહ રદ કરી શહીદોની સ્મૃતિમાં સેવા સંસ્થાઓને રૂપિયા 5 લાખ અનુદાન અને શહીદોના પરિવારોને 11 લાખ આપવાનું નિર્ધારિત કર્યું છે.