Not Set/ ફિક્સ પગારના કર્મચારીઓને ખાતાકીય તપાસ કર્યા વિના છુટા કરી શકાશે નહીં :  હાઈકોર્ટ

ગુજરાત રાજ્યમાં લાખો ફિક્સ પગાર ધારકો છે. જેમનાં હિતને અસર કરતો ગુજરાત હાઈકોર્ટે મહત્વનો હુકમ કર્યો છે. ગુજરાત હાઈકોર્ટે પોતાના હુકમ  જણાવ્યુ છે કે, રાજ્ય સરકાર માટે નિયમિત નિમણૂક પર કામ કરતા હોય કે ફિક્સ પગારમાં કામ કરતા હોય તેવા કોઈપણ કર્મચારીને ખાતાકીય તપાસ કર્યા વિના છુટા કરી શકાશે નહીં. હાઈકોર્ટે જણાવ્યુ હતું કે, વ્યક્તિ […]

Ahmedabad Gujarat

ગુજરાત રાજ્યમાં લાખો ફિક્સ પગાર ધારકો છે. જેમનાં હિતને અસર કરતો ગુજરાત હાઈકોર્ટે મહત્વનો હુકમ કર્યો છે. ગુજરાત હાઈકોર્ટે પોતાના હુકમ  જણાવ્યુ છે કે, રાજ્ય સરકાર માટે નિયમિત નિમણૂક પર કામ કરતા હોય કે ફિક્સ પગારમાં કામ કરતા હોય તેવા કોઈપણ કર્મચારીને ખાતાકીય તપાસ કર્યા વિના છુટા કરી શકાશે નહીં.

હાઈકોર્ટે જણાવ્યુ હતું કે, વ્યક્તિ ફિક્સ પગાર પર કામ કરે છે તે આધાર પર ખાતાકીય તપાસ કર્યા વિના તેમને નોકરીમાંથી દૂર કરવા તે કાયદાથી વિપરીત છે. ગુજરાત હાઇકોર્ટના આ નિર્ણયથી રાજયના લાખો કર્મચારીઓને ફાયદો થશે.

તેમના ફિક્સ પગારના સમયમાં જો કોઈ અડચણ આવે ત્યારે તેમને કોઈપણ તપાસ કર્યા વગર છુટા કરી દેવામાં આવે છે. પરંતુ હાઈકોર્ટના નિર્ણય બાદ જો કોઈ ફિક્સ પગારના કર્મચારી સામે કોઈપણ વિવાદ હોય અથવા કોઈ બાબત તને તો તેની ખાતાકીય તપાસ ફરજીયાત કરવામાં આવશે. જ્યાં સુધી આ તપાસ ન થાય ત્યાં સુધી સરકાર કોઈ કર્મચારીને નોકરીમાંથી છુટા કરી શકશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.