Not Set/ ખેલૈયાઓની આસ્થા અને આયોજકોનો માતાજી પર રાખેલો વિશ્વાસ સફળ થશે કે પછી… મેહુલિયો એનું ધાર્યું જ કરશે ..?

નવલી નવરાત્રી આવતા ની સાથે જ ખેલૈયાઓ માં એક અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે અને એક મહિના પહેલા જ તેઓ ગરબા ની તૈયારી ઓ માં પડી જતા હોય છે તો બીજી તરફ ગરબા આયોજકો પણ સંપૂર્ણ તૈયારી માં વ્યસ્ત હોય છે પરંતુ આ તૈયારી ને રંગડોળવા માટે મેહુલિયો નજર બગાડી બેઠો છે અને જેને […]

Top Stories Gujarat Others

નવલી નવરાત્રી આવતા ની સાથે જ ખેલૈયાઓ માં એક અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે અને એક મહિના પહેલા જ તેઓ ગરબા ની તૈયારી ઓ માં પડી જતા હોય છે તો બીજી તરફ ગરબા આયોજકો પણ સંપૂર્ણ તૈયારી માં વ્યસ્ત હોય છે પરંતુ આ તૈયારી ને રંગડોળવા માટે મેહુલિયો નજર બગાડી બેઠો છે અને જેને પગલે ખેલૈયાઓ તેમજ આયોજકો ચીંતાતુર બન્યા છે

વાત કરીએ વલસાડ જિલ્લા ની તો અહીં મોટા ગરબા આયોજકો 10 દિવસ ની નવરાત્રી નું આયોજન કરતા હોય છે અને મોટી સંખ્યા માં સંખ્યાબંધ ખેલૈયાઓ અહીં નવરાત્રી ના 10 દિવસ ગરબે ઝૂમતા હોય છે એક અનેરો જ ઉત્સાહ તેઓ માં જોવા મળતો હોય છે પરંતુ આ વખતે વરસાદ આ નવરાત્રી માં વિઘ્ન બન્યો છે છેલ્લા 4 દિવસ થી રોજ સાંજે મેહુલિયો મન વરસી ને વર્ષે છે અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. એવુંજ આખાયે  વલસાડ જિલ્લા માં પણ જોવા મળ્યું છે.

વલસાડ ખાતે મોટા આયોજકો મોટું મેદાન લઈ તેને ભાડે રાખી નવરાત્રી નું આયોજન કરે છે પરંતુ છેલ્લા 3 દિવસ થી પડી રહેલા વરસાદ એ નવરાત્રિ ની મજા બગાડી છે અને ચોમેર પાણી ભરી દીધું છે જેને લઈ ખેલૈયાઓ માં નારાજગી તેમજ આયોજકો ચિંતાતુર બન્યા છે લાખો રૂપિયા નું રોકાણ અને બીજી તરફ ખેલૈયાઓ ની તૈયારી ને જોતા હવે માંડ એક દિવસ બચ્યો છે ત્યારે વરસાદ ને લઈ નવરાત્રી રમવા ના મેદાન માં પાણી જોવા મળી રહ્યા છે જેથી હવે મેહુલિયો જે પ્રમાણે આગાહી આવી છે એ રીતે જો વરસસે તો ક્યાંક નવરાત્રી ની મજા બગડી શકે  એમ છે

 તો એજ નવરાત્રી માં ખેલૈયાઓ અને આયોજકો પણ વરસાદ ના વિઘ્ન વચ્ચે તૈયારી કરી બેઠા છે અને ભગવાન પર આસ્થા બનાવી બેઠા છે કે વરસાદ નહીં આવે અને જો આવે તો તેનું નિકાલ માટે સંપૂર્ણ તૈયારી કરી છે પરંતુ જે પ્રમાણે આગાહી આવી છે વરસાદ ની અને રોજ સાંજે મેહુલિયો મન બનાવી લેય છે વરસવાનો તેને જોતા ક્યાંક રંગ માં ભંગ પણ પડી શકે છે તો બીજી તરફ ખેલૈયાઓ ની આસ્થા અને આયોજકો નો માતાજી પર રાખેલો વિશ્વાસ કેટલો સફળ થાય છે એ જોવું રહ્યું

આ પણ વાંચો : સાક્ષાત નવદુર્ગા એટ્લે આજની નારી : આજનાં આધુનિક યુગની મહિલાઓનાં નવ ગુણો

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.