Gandhinagar News:આજે ગુજરાત વિધાનસભામાં લગ્ન નોંધણી સુધારા બિલ (Marriage Registration Bill) પર આપના ધારાસભ્ય હેમંત ખવાએ પોતાના વિચારો રજૂ કર્યા છે. આજે રાજ્ય વિધાનસભામાં આપના ધારાસભ્ય હેમંત ખવાએ લગ્ન નોંધણી સુધારા બિલ પર પોતાના વિચારો વ્યક્ત કરતા કહ્યું કે, “મેં ગઈકાલે લગ્ન નોંધણી સુધારા બિલ રજૂ કર્યું હતું, અને હું સરકારને કાયદો ઘડવા બદલ અભિનંદન આપું છું.

” હેમંત ખવાએ કહ્યું, “દીકરીઓને બ્લેકમેલ કરીને આવા કૃત્યો કરવામાં આવે છે. આના વિરુદ્ધ કાયદો લાવવો જરૂરી હતો. ગૃહમાં થયેલી ચર્ચાના આધારે, કાયદો અપેક્ષા મુજબ પસાર થશે.”આ વાતને ધ્યાનમાં રાખીને તેમણે કહ્યું, “જો કાયદો અપેક્ષા મુજબ પસાર થશે, તો હું ગૃહમંત્રીને પાઘડી પહેરાવીને આવકારીશ.” ધારાસભ્ય ખવાએ કાયદા અંગે રાજ્યભરમાંથી સૂચનો માંગવાની પ્રક્રિયાની પણ પ્રશંસા કરી અને કહ્યું કે આ કાયદો લાવવો જરૂરી હતો.
લગ્ન નોંધણી બિલ (Marriage Registration Bill)
આપને જણાવી દઈએ આજે ગુજરાત વિધાનસભામાંગુજરાતના ના.મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં લગ્ન નોંધણી બિલ (Marriage Registration Bill) રજૂ કર્યું છે. નવા નિયમ મુજબ, લોકો આગામી 30 દિવસ સુધી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની વેબસાઇટ પર વાંધા સૂચનો રજૂ કરી શકશે. વાંધાઓ પર વિચાર કરવામાં આવશે અને યાદીમાં ઉમેરવામાં આવશે.

ના. મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રજૂ કરાયેલા આ બિલમાં (Marriage Registration Bill) જણાવાયું છે કે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તરફથી સરકારને મળેલા વિવિધ રજૂઆતોને ધ્યાનમાં રાખીને, ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ, 2006 હેઠળ સ્થાપિત ગુજરાત લગ્ન નોંધણી નિયમોમાં લગ્ન નોંધણી પ્રક્રિયામાં સુધારો કરવા માટે સુધારો કરવામાં આવી રહ્યો છે.તે મુજબ, ફેરફારો સામે વાંધા, જો કોઈ હોય તો, મંગાવવામાં આવશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ પ્રાપ્ત વાંધાઓ પર વિચાર કરશે, અને નવા નિયમો લાગુ કરવામાં આવશે.
