Vadodara News/ વડોદરામાં કારની અડફેટે બાળકનું મોત, જમનાબાઈ હોસ્પિટલના ડોક્ટર સામે ફરિયાદ

વડોદરાના માડવી નજીક જમનાબાઈ જનરલ હોસ્પિટલમાં ફરજ પર આવતા ડોક્ટરની કાર (Doctor Car Accident)ની અડફેટે બાળકનું મોત થયું છે. માથામાં ગંભીર ઈજા બાદ બાળકનું મોત થયું, ડોક્ટર સામે ફરિયાદ નોંધાઈ છે.

Top Stories Gujarat Vadodara Breaking News
Doctor Car Accident: ડોક્ટરની કાર નીચે આવી બાળકનું મોત, CCTVથી થશે તપાસ

Vadodara News: શહેરમાં એક કરુણ અકસ્માતની ઘટના સામે આવી છે. માડવી નજીક આવેલી જમનાબાઈ જનરલ હોસ્પિટલ ખાતે ફરજ પર આવતા એક ડોક્ટરની કારની અડફેટે (Doctor Car Accident) આવી જતા એક નાનકડા બાળકનું મોત થયું છે. રમતા બાળકને કારની ટક્કર લાગતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

અકસ્મત બાદ બાળકને તાત્કાલિક સારવાર માટે સયાજી જનરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ મામલે ડોક્ટર સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

શ્રમિક પરિવારના બાળક સાથે બન્યો કરુણ અકસ્માત

મળતી માહિતી મુજબ, મૃતક બાળકનું નામ નિવેદ નરેશ અંગારી હોવાનું સામે આવ્યું છે. બાળક મૂળ સાબરકાંઠાના પીપલિયા પોશીના વિસ્તારનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.ઘટના સમયે બાળકના પરિવારજનો હોસ્પિટલ નજીક શ્રમિક તરીકે કામ કરી રહ્યા હતા અને બાળક આસપાસ રમતું હતું. આ દરમિયાન ડોક્ટરની કાર (Doctor Car Accident) ત્યાંથી પસાર થતા અકસ્માત સર્જાયો હતો.

માથાના ભાગે ગંભીર ઈજા, હોસ્પિટલમાં મોત

અકસ્માત (Doctor Car Accident) માં બાળકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઘટના બાદ બાળકને તાત્કાલિક સારવાર માટે સયાજી જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું.પરંતુ સારવાર દરમિયાન બાળકનું મોત થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.

Doctor Car Accident: ડોક્ટર બાળકને લઈને હોસ્પિટલ પહોંચ્યા

જમનાબાઈ જનરલ હોસ્પિટલના RMO ડૉ. નીરજ પરીખે જણાવ્યું કે, સવારે હોસ્પિટલમાં ફરજ પર આવતા મેડિકલ ઓફિસર ડૉ. ગુડિયા પ્રમોદ કુમાર સિન્હાની કાર નીચે બહાર રમતું બાળક આવી ગયું હતું.અકસ્મત બાદ ડૉક્ટર પોતાની કારમાં જ બાળકને સારવાર માટે SSG હોસ્પિટલ લઈ ગયા હતા.

CCTV ફૂટેજના આધારે થશે તપાસ

હાલ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. અકસ્માત સમયે કાર કેવી રીતે ચાલી રહી હતી અને ડ્રાઇવિંગમાં કોઈ બેદરકારી હતી કે કેમ તેની તપાસ CCTV ફૂટેજના આધારે કરવામાં આવશે.પોલીસ દ્વારા સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

પરિવાર શોકમાં

બાળકના મોત બાદ પરિવારજનોમાં ભારે શોકનો માહોલ છે. માતાનું આક્રંદ જોઈ ઘટનાસ્થળે હાજર લોકો પણ ભાવુક બન્યા હતા.પરિવાર હાલ આઘાતમાં હોવાથી ઘટનાને લઈને વધુ કંઈ કહેવાની સ્થિતિમાં નથી.


આ પણ વાંચો:વડોદરા અકસ્માત : રક્ષિત ચૌરસિયાએ ગાંજો પી અકસ્માત સર્જયો હોવાનો ઘટસ્ફોટ, 8 લોકોને અડફેટે લેતા 1 નું મોત થયું હતું

આ પણ વાંચો:વડોદરા NH-48 પર અકસ્માત : કારની ટક્કરથી ટેમ્પોના બે ટુકડા, વેપારીનું મોત

આ પણ વાંચો:અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માતમાં એકનું મોત