લીંબડી નેશનલ હાઈવે પર જનસાળી પાસે ચાલતા રોડના કામને કારણે રોંગ સાઈડમાં આવતા ટ્રક સાથે કાર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રાજકોટથી અમદાવાદ ઘરે પરત ફરી રહેલા દાદા, દાદી સાથે 6 વર્ષની પૌત્રીનું અવસાન થયું હતું. અકસ્માત સર્જીને ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતને કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ હતી જેને પાણશીણા પોલીસ દૂર કરી હાઈવે રોડ ફરીથી કાર્યરત કર્યો હતો.
આ પણ વાંચો :જાણો, સુરતના કયા વિસ્તારમાં એક જ પરિવારના 5 સભ્યોને થયો કોરોના
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવેનું 6-લાઈનનું કામ સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં રોડ નિર્માણનું પુરું થવાનું નામ જ નથી લેતું. રોડ ઉપર જયાંને ત્યાં આપેલા ડાઈવર્ઝન, ઉતાર-ચઢાવને કારણે અનેક અકસ્માતો સર્જાય ચૂક્યા છે જેના લીધે અનેક જીંદગી હોમાઈ ચૂકી છે. છતાં સિક્સ લાઈન રોડનું નિર્માણ કરનાર કંપની કાચબાની ઝડપથી કામ કરી રહી હોય તેવી અનેકવાર ફરિયાદો ઉઠી છે. અમદાવાદ, ઉદય મહેનત પુરા આંબાવાડી છાપરામાં રહેતા બકુલભાઈ ઉર્ફે જેઠાભાઈ બઘાભાઈ મુછડીયા તેમના પત્ની હિરાબેન મુછડીયા અને 6 વર્ષની પૌત્રી ક્રેયાંશી વિજયભાઈ મુછડીયા દિવાળીના તહેવારમાં રાજકોટ ગયા હતા.
આ પણ વાંચો :ગુજરાતમાં વધતો ઠંડીનો ચમકારો, જાણો કયા કેટલું નોંધાયું તાપમાન
તા.13ની સાંજે રાજકોટથી અમદાવાદ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે લીંબડી હાઈવે પર જનસાળી પાસે રોડના કામને કારણે આપેલા ડાયવર્ઝન લીધે રોંગ સાઈડમાં આવતાં ટ્રક સાથે તેમની કાર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં દાદા બકુલભાઈ અને પૌત્રી ક્રેયાંશીનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે હિરાબેન મુછડીયાને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતના કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ હતી જેને પાણશીણા પોલીસે હલ કરી રોડ ફરીથી કાર્યરત કર્યો હતો.
લીંબડી 108ના પાયલોટ દેવરાજસિંહ વાઘેલા અને ઈએમટી અમૃત ભાસ્કરે ઘટનાસ્થળે પહોંચી ઘાયલ હિરાબેનને સારવાર અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલે ખસેડયા હતા. જયાં હાજર ડૉક્ટરે તેમને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જવા સૂચન કર્યું હતું. હિરાબેન અમદાવાદ પહોંચે તે પહેલાં રસ્તા વચ્ચે તેમને પણ દમ તોડી દીધો હતો. કાળમુખો અકસ્માત દાદા, દાદી સાથે 6 વર્ષની પૌત્રીને ગળકી ગયો હતો.
આ પણ વાંચો :રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 37 કેસ નોંધાયા
આ પણ વાંચો : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વડવાળા મંદિર દૂધરેજ ખાતે દર્શન કરી જનસુખાકારીની પ્રાર્થના કરી
આ પણ વાંચો :રાજ્યમાં વધતા કોરોનાનાં કેસ વચ્ચે એલર્ટ મોડમાં રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ
