Junagadh News/ જૂનાગઢમાં વ્યાજખોરોનો આતંક યથાવત્, આધેડે ઝેરી દવા પીને કર્યો આપઘાત

પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.

Top Stories Gujarat

Junagadh News: જૂનાગઢ (Junagadh)માં એક આધેડે વ્યાજના ચક્રમાં ફસાઈને આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. મૃતકે સુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરી છે અને સુસાઇડ (Suicide) નોટમાં પોતાનું નામ પણ લખ્યું છે, જેમાં તેણે કહ્યું છે કે હું આ લોકોના ત્રાસથી કંટાળીને આત્મહત્યા (Suicide) કરી રહ્યો છે. આધેડે ઝેર પીને આત્મહત્યા કરી લેતાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ (Junagadh)માં વ્યાજખોરોનો આતંક યથાવત્ છે. રાજ્યભરમાં શાહુકારોના અત્યાચાર વધી રહ્યા છે. આવી જ એક ઘટના જૂનાગઢમાં બની છે જ્યાં મૃતકે સુસાઇડ નોટ લખીને આત્મહત્યા (Suicide) કરી હતી અને સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો કે તેણે વ્યાજના પૈસા ચૂકવી દીધા હતા પરંતુ શાહુકારો તેની પાસેથી વધુ પૈસા લઈ રહ્યા હતા અને મિલકત હડપ કરવા માંગતા હતા. આધેડે કંટાળીને આત્મહત્યા કરી લીધી. જૂનાગઢ તાલુકા પોલીસે સમગ્ર મામલાની તપાસ કરી છે અને આધેડનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.

અગાઉ જૂનાગઢ (Junagadh)માં વધુ એક યુવાને વ્યાજના ચક્રમાં જીવ ગુમાવ્યો હતો. વ્યાજખોરોના ત્રાસથી યુવાને ઝેરી દવા પી આત્મહત્યા (Suicide) કરી હતી. માહિતી મુજબ, તેણે મિત્રને વ્યાજે રૂપિયા અપાવ્યા હતા. આ રૂપિયા પરત લેવા માટે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. આને લઈને હવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આમ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વ્યાજખોરોસામે તવી બોલાવી છે આમ છતાં પણ વ્યાજખોરો હજી પણ તેમની ચુંગાલમાંથી લોકોને મુક્ત કરતાં નથી.

જામનગર (Jamnagar)માં વધુ એક વૃદ્ધે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા પરિવારજનોએ વ્યાજખોરના ત્રાસથી આપઘાત (Suicide) કરી લીધો હોવાના આરોપો લગાવ્યા હતા. જેને લઈને હાલ ખળભળાટ મચી ગયો છે. અને આ મામલે પોલીસ વધુ તપાસ થઈ હતી. વ્યાજખોરોના ત્રાસના લીધે મુસ્લિમ વૃધ્ધે જીવ ગુમાવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જામનગર શહેરના ખોજાવાડ વિસ્તારમાં રહેતા ઇબ્રાહીમ અલારખાભાઇ ડાકોરા (પિંજારા) નામના વૃધ્ધે બે દિવસ પહેલા ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જે મામલે પરિવારજનોને જાણ થતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા  જ્યાં બે દિવસની સારવાર સફળ ન નિવડતા વૃદ્ધે હોસ્પિટલ બીછાને આખરે શ્વાસ ખેંચ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જૂનાગઢમાં વ્યાજખોરોનો આતંક યથાવત્ , યુવાને જીવ ગુમાવ્યો

આ પણ વાંચો:સચિન GIDC પોલીસનો વ્યાજખોરોનો આતંક ડામવા નવતર પ્રયોગ

આ પણ વાંચો:રાજયમાં પોલીસની મુહિમ બાદ પણ વ્યાજખોરોનો ત્રાસ, ભાવનગરના શિહોરમાં વ્યાજખોરોનો પરિવાર પર હુમલો