Rajkot News: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University) નવા વર્ષથી પરીક્ષાની ફીમાં 10 ટકાનો વધારો કર્યો છે. અઢી લાખ વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક વર્ષ 2025-26થી ફીનો માર ઝીલવો પડશે. 20 વર્ષ બાદ ફીમાં રૂપિયા 30 થી 200નો વધારો કરવામાં આવ્યો છે.
ફી વધારાને બોર્ડ ઓફ મેનેજમેન્ટ (Board of Management) તરફથી મંજૂરી આપી દેવાઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University)એ આર્ટસ, કોમર્સ, સાયન્સ, લો, એજ્યુકેશન અને હ્યુમન રાઇટ્સ સહિત ફેકલ્ટીમાં ચાલતા અભ્યાસક્રમોની પરીક્ષા ફીમાં વધારો કરવાની જાહેરાત કરી છે. જેમાં બી.એ. અને બી.કોમ. માટે પરીક્ષા ફી 270 થી વધારીને 300 રૂપિયા કરવામાં આવી છે. જ્યારે MBA બેંકિંગ અને ફાઇનાન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી 1000 થી વધારીને 1200 રૂપિયા કરવામાં આવી છે.
માહિતી મુજબ, નવી ખાનગી કોલેજોને મંજૂરી આપવામાં આવી અને 201 કરોડ રૂપિયાનું બજેટ વિવાદ વિના મંજૂર કરવામાં આવ્યું હતું. નવા કાયદા મુજબ, જિલ્લા સ્તરે ચાર કેન્દ્રો પરથી ડિગ્રી સ્તરના અંતિમ વર્ષ અથવા છેલ્લા 2 સેમેસ્ટરની ઉત્તરવહીઓ તપાસવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 12 માર્ચના રોજ મળેલી નાણાં સમિતિની ભલામણોને મંજૂરી આપવામાં આવી હતી. એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું 201 કરોડ રૂપિયાનું બજેટ કોઈપણ વિવાદ વિના મંજૂર થયું હતું.
થોડા વર્ષ અગાઉ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલે નવા શૈક્ષણિક વર્ષ 2022-23થી અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટના જુદા જુદા સેલ્ફ ફાયનાન્સ કોર્સોની ટયૂશન ફીમાં 10% નો વધારો કરવામાં આવ્યો હતો. બી.એ., બી.કોમ. જેવો સામાન્ય સ્નાતકનો કોર્સ કરવો હશે તો પણ વિદ્યાર્થીને 4500 સુધીનો વધુ ખર્ચ કરવો પડશે. 70 હજાર વિદ્યાર્થીઓના માથે રૂ. 30 કરોડનો બોજો પડશે.
બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને તેમની પાછલા વર્ષમાં ભરેલ ટયૂશન ફી મુજબ જ ટયૂશન ફી ભરવાની રહેશે. જે બાબતો બ્રોશરમાં લખવાની રહેશે. યુનિવર્સિટીમાં બીએસસી, બી.કોમ, બી.એ, બીસીએ, બીબીએના હાલ 70 હજારથી વધુ વિદ્યાર્થીઓએ આવનારા વર્ષથી નવો પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ 6 સેમેસ્ટર ભણવા માટે 47 હજારથી લઈ 92 હજારની ફી ભરવી પડશે. અંદાજ મુજબ આ વિદ્યાર્થીઓ ત્રણ વર્ષમાં ગ્રેજ્યુએટ થવા માટે હાલની ફીની સરખામણીમાં રૂપિયા 30 કરોડની ફી વધુ ચૂકવશે.
આ પણ વાંચો:વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ ફીમાં કર્યો વધારો,જાણો વિધાર્થીઓએ કેટલી ફી ચૂકવવી પડશે
આ પણ વાંચો:મેડિકલની ફીમાં ધરખમ વધારો, ગરીબો માટે મેડિકલ એજ્યુકેશન સ્વપ્નવત્ બનશે
આ પણ વાંચો:સૌરાષ્ટ્રની જનતાને મોંઘવારીનો વધુ એક ડોઝ, ખાનગી શાળાઓએ નવા વર્ષની ફીમાં કર્યો તોતિંગ વધારો
