ગુજરાત/ રાજકોટમાં રેસિડેન્ટ તબીબોએ હડતાળ પાડતાઇમરજન્સી-ઓપીડી સેવા ખોરવાઈ

રાજકોટના રેસિડેન્ટ તબીબોએ પહેલા હડતાળ પાડી હતી અને તંત્ર સાથે ચર્ચા થતાં હડતાલ મોકૂફ રાખી હતી પરંતુ આજે ફરી હડતાળ પાડતાં દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

Gujarat Rajkot

સમગ્ર  રાજયમાં  ડોક્ટરોની હડતાળ જોવા મળી રહી છે . ડોક્ટરો હડતાળ પર ઉતરતા દર્દીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે . ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હડતાલનો સિલસિલો યથાવત રહ્યો છે. એક પછી એક અલગ-અલગ ચાર્જના તબીબો દ્વારા પોતાના પ્રશ્ર્નોને લઇ હડતાલ પાડી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે ત્યારે સમગ્ર રાજ્યમાં નીટ પી.જી.-2022ની કાઉન્સેલીંગની પ્રક્રિયા વારંવાર પાછળ ઠેલવાતાં રેસિડેન્ટ તબીબો દ્વારા ફરી હડતાલ પાડવામાં આવી છે. જેમાં મહત્વનુ છે કે આજે રાજકોટ-જામનગરમાં રેસિડેન્ટ તબીબોએ હડતાલ પાડતાં ઇમરજન્સી અને ઓપીડી સેવાઓ ખોળવાઇ છે. જેના કારણે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો :બોગસ તબીબોનો રાફડો / સુરેન્દ્રનગર જિલ્લામાં બે વર્ષમાં 30 જેટલા બોગસ મુન્નાભાઇ એમબીબીએસ ઝડપાયા

રાજકોટ સિવિલ હોસ્પિટલનાં ફરજ પરનાં રેસિડેન્ટ તબીબોએ હડતાળ પાડી છે. જેમાં ડીનને આવેદન પત્ર આપી અને કોલેજ મોર્ચામાં બેસી સૂત્રચાર કરી છે અને કાઉન્સેલીંગની પ્રક્રિયા ઝડપથી કરવામાં આવે તેવી માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટના રેસિડેન્ટ તબીબોએ પહેલા હડતાલ પાડી હતી અને તંત્ર સાથે ચર્ચા થતાં હડતાલ મોકૂફ રાખી હતી પરંતુ આજે ફરી હડતાલ પાડતાં દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 200 ડોક્ટરોએ હડતાલ પાડતાં ઓપીડી અને ઇમરજન્સી સેવા ખોળવાય છે.

આ પણ વાંચો ;હેલીકોપ્ટર દુર્ઘટના / તમિલનાડુમાં ક્રેશ થયેલા હેલિકોપ્ટરમાં CDS સહિત અન્ય કોણ કોણ હતા સવાર, જાણો વિગત

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ટીચર્સ તબીબો દ્વારા પોતાના લાભો પરત મેળવવા માટે હડતાળ પાડવામાં આવી રહી છે ત્યારે ફરી રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર જતાં દર્દીઓ રઝળી પડ્યા છે.