Surat News/ સુરત ખંડણી મામલે મોટો ખુલાસો, 2 આરોપી પૈકી 1 પૂર્વ કોર્પોરેટરનો પુત્ર

જેથી ઉદ્યોગકારે ક્રાઈમ બ્રાન્ચને ફરિયાદ કરી હતી.

Top Stories Gujarat Surat Breaking News

Surat News: સુરત(Surat)ના ઉદ્યોગકાર પાસેથી રૂપિયા 5 કરોડની ખંડણી (Ransom Money) માંગવામાં આવી હતી. જેમાં ખંડણી પેટે રૂપિયા 45 લાખ બળજબરીપૂર્વક પડાવી લીધા હતા, ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch) બે આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી જેમાં પોલીસ તપાસમાં પૂછપરછ દરમિયાન 1 આરોપી વિશે મોટા ખુલાસા થયા છે.

સુરતમાં ફેક્ટરી ચલાવતા ઉદ્યોગકાર પાસેથી 5 કરોડ રૂપિયાની ખંડણી માંગતા ચકચાર મચી ગઈ હતી. કેમિકલયુક્ત (Chemical Water) પાણી છોડતાં હોવાની આરોપીઓ સતત ધમકી આપતા હતા તેમ જાણવા મળ્યું હતું. જેમાં GPCB વિભાગમાં પુરાવા રજૂ કરવાની પણ ધમકી આપી હતી. GPCB તરફથી ક્લોઝર અપાવીશું કહી ડર બતાવતા હતા, વધુમાં ખોટા કેસમાં ફસાવી જેલ ભેગા કરવાની ધમકી પણ આપી હતી.

જેથી ઉદ્યોગકારે ક્રાઈમ બ્રાન્ચને ફરિયાદ કરી હતી. જેમાં આરોપીઓએ ખંડણી પેટે રૂપિયા 45 લાખ બળજબરીપૂર્વક પડાવી લીધા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપી અજય ત્રિવેદી અને તેજશ પાટીલનું નામ સામે આવ્યું છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ઉદ્યોગકારની બે કંપની પેટે ખંડણી માંગી હતી. જેમાં 1 આરોપી ભાજપના પૂર્વ કોર્પોરેટરનો પુત્ર હોવાનું સામે આવ્યું છે.

આરોપી તેજસ પાટીલના પિતા અગાઉ BJPના કોર્પોરેટર રહી ચૂક્યા છે. આરોપી તેજસના પિતા હાલ BJP પાર્ટીમાં નિષ્ક્રિય છે. આરોપીના MLA સંગીતા પાટીલ સાથે રાખડી બાંધતા ફોટા વાયરલ થયા હતા. વધુમાં તેના પિતા અગાઉ ઉધના બેંકમાં વાઇસ ચેરમેન હતા, તેમની વિરુદ્ધ બેંક ફ્રોડનાં કેસો હતા, એટલું જ નહીં આરોપીના પિતા 2 વર્ષ જેટલો સમય લાજપોર જેલમાં રહી ચૂક્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના ઉદ્યોગકાર પાસેથી માંગી રૂપિયા 5 કરોડની ખંડણી, ક્રાઈમ બ્રાન્ચે 2ની કરી ધરપકડ

આ પણ વાંચો:ચોટીલાના મહંત પરિવારના યુવાનનું અપહરણ કરી 10 લાખની ખંડણી માંગી

આ પણ વાંચો:ડોક્ટરનું અપહરણ કરી 6 કરોડની ખંડણી માંગી! 300 રૂપિયા આપી છોડી દીધો…