Surendranagar News : ચોટીલાના મહંત પરિવારના યુવાનના અપહરણને પગલે ચકચાર મચી છે. મહંત પરિવારના યુવાનનું ચાર શખ્સોએ અુહરણ કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. અપહરણ કરનારા શખ્સોએ યુવાનના છુટકારા માટે 10 લાખ રૂપિયાની ખંડણી માંગી છે. જેને પગલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ બનાવની વિગત મુજબ મહંત પરિવારના યુવાન ગૌતમગીરિએ લગભગ ચાર વર્ષ અગાઉ તેના એક મિત્રને વ્યાજે પૈસા અપાવ્યા હતા. જોકે મિત્રએ પૈસા પરત ન કરતા વ્યાજખોરો દ્વારા ઉઘરાણી શરૂ કરવામાં આવી હતી. જેમાં તેમણે વ્યાજે પૈસા અપાવનારા ગૌતમગીરિનું અપહરણ કર્યું હતું.
બાદમાં છુટકારા માટે 10 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. બીજીતરફ અપહરણના આ બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેને આધારે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. દરમિયાન અપહરણ કરનારા શખ્સોના નામ પણ સામે આવ્યા છે. જેમાં યુવરાજભાઇ જગુભાઇ ખાચર ,સત્યરાજભાઇ જગુભાઇ ખાચર, હરેશભાઇ દનકુભાઇ જળુ અને એક અજાણ્યા શખ્સનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: સુરતમાં રોગચાળો વકર્યો, બાળક સહિત ત્રણનાં મોત
આ પણ વાંચો: સુરતમાં રોગચાળો વકરતાં ચાર વર્ષની બાળકીનું મોત
આ પણ વાંચો: સુરતમાં રોગચાળો વકર્યો, SMCએ મૃત્યુઆંકને લઈ કરી સ્પષ્ટતા
