Surat/ સુરતમાં રોગચાળો વકરતાં ચાર વર્ષની બાળકીનું મોત

બાળકીનો પરિવાર મૂળ છત્તીસગઢનો વતની છે, તેમના પિતાનું નામ સોહંત યાદવ છે અને તે પોતે બાંધકામની સાઈટ પર મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી સચિન વિસ્તારમાં આવેલી તુલસી સોસાયટીમાં રહે છે. જ્યાં ચાર વર્ષની બાળકી ભૂમિને ખાનગી હોસ્પિટલથી…

Top Stories Gujarat
Beginners guide to 2024 03 01T161037.563 સુરતમાં રોગચાળો વકરતાં ચાર વર્ષની બાળકીનું મોત

@દિવ્યેશ પરમાર

Surat News: સુરત શહેરમાં રોગચાળો વધી રહ્યો હોય તેવી ઘટના દિવસે ને દિવસે બની રહી છે. તેવામાં સુરતના સચિન વિસ્તારમાં ઝાડા ઉલટી બાદ ચાર વર્ષેય બાળકીનું મોત નિપજ્યું હતું. ભૂમિ યાદવ નામની બાળકીને ઝાડા ઉલટી થયા બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી ડોક્ટરે દવા આપી ઘરે મોકલી દીધી હતી. જોકે, ત્યારબાદ એકાએક બાળકીનું મોત થયું હતું. જેથી લાશને પી.એમ અર્થે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં રોગચાળો વકરી રહ્યો હોય તેમ દિવસે ને દિવસે રોગચાળાના કેસોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. તેવામાં સચિન વિસ્તારમાં ચાર વર્ષની બાળકી ભૂમિ યાદવને ઝાડા ઉલટી થયા હતા. ઝાડા ઉલટી થતાં બાળકીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં ડોક્ટરે દવા આપી ઘરે આરામ કરવા કહ્યું હતું. પરંતુ એકાએક જ ત્યારબાદ બાળકીનું મોત થઈ ગયું હતું. બાળકીના મોતને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

બાળકીનો પરિવાર મૂળ છત્તીસગઢનો વતની છે, તેમના પિતાનું નામ સોહંત યાદવ છે અને તે પોતે બાંધકામની સાઈટ પર મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી સચિન વિસ્તારમાં આવેલી તુલસી સોસાયટીમાં રહે છે. જ્યાં ચાર વર્ષની બાળકી ભૂમિને ખાનગી હોસ્પિટલથી દવા આપ્યા બાદ ઘરે આવી હતી. ત્યાં થોડીવાર બાદ એકાએક ભૂમિની તબિયત વધુ લથડી હતી અને બેભાન થઈ ગઈ હતી.

ત્યારબાદ પિતા દીકરીને લઈને તાત્કાલિક જ નવી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં બાળકીને સારવાર મળે તે પહેલાં તબીબે મૃત જાહેર કરી હતી. આ બાળકીને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી, પરંતુ ઝાડા ઉલટી બાદ એમનો એકાએક મોત થઈ જતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આજથી 2 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી, ખેડૂતો પર માવઠાનું સંકટ

આ પણ વાંચો:ઈવાન્કા ટ્રમ્પ પહોંચી જામનગર, જાણો કઈ હસ્તીઓનું આગમન થયું

આ પણ વાંચો:  hall ticket/10 અને 12મા ધોરણની પરીક્ષાની હોલ ટિકિટ બોર્ડની વેબસાઇટ પર અપલોડ