Anant Ambani Radhika Merchant Pre Wedding/ ઈવાન્કા ટ્રમ્પ પહોંચી જામનગર, જાણો કઈ હસ્તીઓનું આગમન થયું

ખેલ જગતના સ્ટાર્સ જામનગર પહોંચી રહ્યા છે. વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર ડ્વેન બ્રાવો, બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલ, ક્રિકેટર ઝહીર ખાન, ઈશાન કિશન, મહેન્દ્રસિંહ ધોની પત્ની સાક્ષી સાથે, સૂર્યકુમાર યાદવ અને પરિવાર જામનગર પહોંચી ગયા છે. પૂર્વ BP CEO બોબ ડુડલી, BP CEO મુરે ઑચીનક્લૉસ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર…

Top Stories Gujarat Breaking News

Jamnagar News: જામનગરના મોટી ખાવડી સ્થિત રિલાયન્સ ટાઉનશીપમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રિ-વેડિંગ સેરેમની આજથી શરૂ થઈ ગઈ છે. આજથી ત્રણ દિવસ સુધી ચાલનારા આ પ્રિ-વેડીંગમાં બોલિવૂડ સ્ટાર્સ, દેશ-વિદેશના ટોચના ઉદ્યોગપતિઓ, ક્રિકેટરો જામનગર પહોંચી રહ્યા છે. જામનગરને પ્રસિદ્ધ બાંધણીથી શણગારવામાં આવ્યું છે.

 

ખેલ જગતના સ્ટાર્સ જામનગર પહોંચી રહ્યા છે. વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર ડ્વેન બ્રાવો, બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલ, ક્રિકેટર ઝહીર ખાન, ઈશાન કિશન, મહેન્દ્રસિંહ ધોની પત્ની સાક્ષી સાથે, સૂર્યકુમાર યાદવ અને પરિવાર જામનગર પહોંચી ગયા છે. પૂર્વ BP CEO બોબ ડુડલી, BP CEO મુરે ઑચીનક્લૉસ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પીએમએસ પ્રસાદ પણ અનંત રાધિકાના લગ્ન પહેલાના કાર્યોમાં હાજરી આપવા માટે જામનગર પહોંચ્યા છે. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી અને વ્હાઇટ હાઉસના ભૂતપૂર્વ સલાહકાર ઇવાન્કા ટ્રમ્પ શુક્રવારે જામનગર પહોંચ્યા હતા.

અનંત અને રાધિકાની પ્રિ-વેડિંગ સેરેમનીમાં બોલિવૂડની સાથે દક્ષિણ ફિલ્મજગતના સ્ટાર્સ પણ જોવા મળશે. ફિલ્મ ‘જવાન’ના દિગ્દર્શક એટલી પણ પરિવાર સાથે જામનગર પહોંચી ગયા છે. ગાયક અનુ મલિક અને તેમનો પરિવાર જામનગર ખાતે પહોંચી ગયો છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  hall ticket/10 અને 12મા ધોરણની પરીક્ષાની હોલ ટિકિટ બોર્ડની વેબસાઇટ પર અપલોડ

આ પણ વાંચો: Kunal Ghosh/નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા કુણાલ ઘોષ પાર્ટી છોડી શકે છે, X પ્રોફાઇલ પર બદલાયો બાયો