HDFC BANK/ ગુજરાતનાં કયા IAS અધિકારી બનશે સૌથી મોટી બેંકના ચેરમેન?

દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFC બેન્કના ચેરમેન પદ માટે ભારત સરકારના પૂર્વ ઇકોનોમિક અફેર્સ સેક્રેટરી અને ગુજરાત કેડરના IAS અધિકારી અતાનુ ચક્રવર્તીનું નામ સૂચવવામાં આવ્યું છે

Top Stories Business
  • HDFC બેન્કને મળશે નવા ચેરમેન
  • અતાનુ ચક્રવર્તીનું નામ RBIમાં મોકલાયું
  • ચક્રવર્તી છે ગુજરાત કેડરના IAS અધિકારી
  • ગુજરાતની IAS લોબી માટે સૌથી મોટા સમાચાર
  • RBI મંજૂરી બાદ ચક્રવર્તી બની શકે છે HDFC ચેરમેન

દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFC બેન્કના ચેરમેન પદ માટે ભારત સરકારના પૂર્વ ઇકોનોમિક અફેર્સ સેક્રેટરી અને ગુજરાત કેડરના IAS અધિકારી અતાનુ ચક્રવર્તીનું નામ સૂચવવામાં આવ્યું છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે HDFC બેન્કના બોર્ડે ચક્રવર્તીના નામને પાર્ટ ટાઈમ ચેરમેન માટે મંજુરી આપી દીધી છે. બેન્કે અતાનુ ચક્રવર્તીનું નામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ને મંજુરી માટે પણ મોકલ્યું છે. RBIની મંજૂરી સાથે જ ગુજરાત કેડરના વધુ એક અધિકારી દેશની વધુ એક સર્વોચ્ચ સંસ્થાન પર સર્વોચ્ચ પદ્દ દિપાવશે.

ઉલ્લેખનીય છે કે, દેશની સૌથી મોટી પ્રાઇવેટ બેન્કમાંની એક HDFCના સ્થાપક ચેરમેન પણ એક ગુજરાતી જ હતા. દિપક પારેખ દ્વારા શરુ કરવામાં આવેલી આ બેન્ક આજે કદાચ ફરી એક વખત ગુજરાતી માણસ નહીં, પરંતુ ગુજરાત કેડરનાં અને ગુજરાત સાથે વર્ષોથી જોડાયેલા કર્મે ગુજરાતી એવા  IAS ઓફિસરનાં નેજા નીચે કામ કરવા જઇ રહી છે. પૂર્વે પણ ગુજરાત કેડરનાં અનેક ઓફિસરો દેશનાં સર્વોચ્ચ સંસ્થાનોમાં પોતાનું યોગદાન આપી ચૂક્યા છે, ત્યારે હાલ પણ અતાનુ ચક્રવર્તીની HDFCનાં ચેરમેન તરીકે નિયુક્તિ ગુજરાત IAS લોબી માટે ગર્વ સમી વાત છે.

આપને જણાવી દઇએ કે, અતાનુ ચક્રવર્તી 1985 બેચના ગુજરાત કેડરના નિર્વૃત IAS અધિકારી છે. ચક્રવર્તી નાણા મંત્રાલયમાં ઇકોનોમિક અફેર્સ સેક્રેટરીના પદ પરથી એપ્રિલ 2020માં નિવૃત્ત થયા હતા. ચક્રવર્તીને કેન્દ્ર અને રાજ્ય બનેં સરકારોમાં વિવિધ હોદ્દા પર કામવાનો બહોળો અનુભવ છે. જો કે, ચક્રવર્તીની HDFCનાં ચેરમેન તરીકેની નિયુક્તી માટે HDFC બેન્કની બોર્ડ મિટિંગ બાદ ગઇકાલે જ તેમનું નોમિનેશન RBIને રિફર કરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી રહી છે. HDFC બેન્કે સ્ટોક એક્સચેન્જને આ મામલે જાણકારી આપી છે.

જુઓ આ વીડિયો અહેવાલ –  ગુજરાતના કયા IAS બનશે સૌથી મોટી બેંકના ચેરમેન?

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…