હવે ગુજરાત વિશ્વફલક પર છવાશે,કારણકે રાજ્યનાં મુખ્યમંત્રી દ્વારા સોલાર પાવર પોલીસી 2021ની જાહેરાત કરાઇ છે. જી હા ગુજરાતનો વિકાસ હવે આગળ વધતો જાય છે ત્યારે નવી સોલાર પોલીસીથી ગુજરાતને શું લાભ થશે..? કેવી રીતે વધશે રોજગારીની તકો, કેવી રીતે આગળ વધશે ગુજરાત?
- ગુજરાત હવે વિશ્વફલક પર ચમકશે
- ગુજરાતનો વિકાસ બનશે વેગવંતો
- નવી સોલાર પાવર પોલીસીની જાહેરાત
જી હા….2020નાં અંતમાં અને 2021ની શરૂઆત પૂર્વેથી જ ગુજરાતને વિકાસશીલ બનાવવાનાં ઉદ્દેશ્યથી રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોલાર પાવર પોલીસી 2021ની સત્તાવાર જાહેરાત કરી. આ પોલીસીથી સૌરઉર્જાનું કાર્ય વધશે અને ગુજરાતનાં નાના-મોટા ઉદ્યોગોને પણ ફાયદો થશે.
- નવી સોલાર પાવર પોલીસીની ઘોષણા
- પોલીસી પાંચ વર્ષ એટલે કે 31-12-2025 સુધી કાર્યરત
- હાલ ઉદ્યોગોને 8 રૂ.પ્રતિ યુનિટ વીજળી અપાય છે
- હવેથી પાવર કોસ્ટ રૂ.4.50ની આસપાસ થશે
- હવે ‘મેડ ઇન ગુજરાત’ વિશ્વભરમાં છવાશે
ગુજરાતમાં સૌરઉર્જાને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતમાં નવી રોજગારીની તકોનું નિર્માણ થશે. કારણકે નવી પોલીસીને કારણે ઉદ્યોગોને હાલમાં જે રૂ.8 પ્રતિ યુનિટ વીજળી અપાય છે તેનો દર ઘટીને પાવર કોસ્ટ લગભગ રૂ.4.50 પ્રતિ યુનિટ અપાશે. જેને કારણે ઉદ્યોગોને મોટો લાભ થશે. સાથે જ દેશ અને દુનિયામાંથી ગુજરાતમાં ઉદ્યોગો વધશે જેથી ગુજરાતનાં લોકો માટે રોજગારીની નવી તકોનું નિર્માણ થશે.
રાજ્યમાં સોલાર ઉર્જાનો વ્યાપ વધે અને લોકોને સસ્તી વીજળી ઘર આંગણે મળી રહે એ માટે સોલાર પોલિસી વર્ષ 2015માં કાર્યાન્વિત કરી હતી. આ નીતિને મળેલા અપ્રતિમ પ્રતિસાદને ધ્યાને લઈ રાજ્યમાં સ્વચ્છ, પર્યાવરણલક્ષી અને સાતત્યપૂર્ણ ઊર્જાને સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકાર નવી “ગુજરાત સોલર પાવર પોલિસી 2021” ને અમલમાં મૂકી છે. જેનો સીધો ફાયદો ગુજરાતીઓને થશે. સાથે જ વિકાસશીલ ગુજરાત ગતિશીલ ગુજરાત બનશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
