મંતવ્ય ન્યૂઝ પ્રાઇવેટ લીમીટેડ દ્વારા ગુજરાતનાં ટોપ મોસ્ટ બિઝનસ પર્સન્સને “The Leader” એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્યકક્ષાનાં આ એવોર્ડ સમારોહમાં ઉર્જામંત્રી સૌરભ પટેલ, ગુજરાત પુરવઠા નિગમનાં ચેરમેન રાજેશભાઇ પાઠક, MSME નાં ડાયરેક્ટર પી.કે.ઝા, વી.પી.પટેલ અને GTUનાં વાઇસ ચાન્સલર નવિન શેઠ સહિતની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. મંતવ્ય ન્યૂઝ દ્વારા સતત ગુજરાતભરનાં ઔદ્યોગીક સાહસિકો અને ગૌરવવંતા ગુજરાતીઓનું સન્માન કરી બિરદાવતા રહેવામાં આવે છે.
લોકશાહીની ચોથી જાગીર એટલે કે મીડિયાની જરૂર પડે સરકાર અને તંત્રથી માંડી સમાજ અને ઉદ્યોગ જગતનાં મોભીઓને દિશા સૂચન કરવાની ફરજ છે, તો સાથે સાથે સમાજ, રાજ્ય અને દેશને રસ્તો બતાવનારા લોકોને યોગ્ય સન્માન અને ઓળખાણ આપવાની પણ ફરજ છે જ.

બસ આવી ઉમદા ફરજ નિભાવતા, મંતવ્ય ન્યૂઝ દ્વારા ગુજરાતનાં સિધ્ધહસ્ત ઉદ્યોગપતિઓનું “The Leader” એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુંં. એવોર્ડ ફંક્શનની શરૂઆત માનવંતા અતિથી વિશેષ, માનનીય મહાનુભવો અને મંતવ્ય ન્યૂઝનાં શિરસ્થ નેતૃત્વ દ્વારા દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી.
આ પ્રસંગ્રે ઉર્જામંત્રી સૌરભ પટેલ, ગુજરાત પુરવઠા નિગમનાં ચેરમેન રાજેશભાઇ પાઠક, MSME નાં ડાયરેક્ટર પી.કે.ઝા, વી.પી.પટેલ અને GTUનાં વાઇસ ચાન્સલર નવિન શેઠ સહિતનાં મહાનુભવો હાજર રહ્યાં હતા. એવોર્ડ સમારંભના યજમાન એવા મંતવ્ય ન્યૂઝનાં ગ્રૃપ ચેરમેન જીગ્નેશ પટેલ, રાકેશપટેલ, સુખવીન્દર સૈની, ડૉ. સુરેશ પટેલ અને અર્જુન પટેલ, તેમજ મંતવ્ચ ન્યૂઝનાં એડિટર ઇન ચીફ દિપક રાજાણી સહિતનો મંતવ્ય પરિવાર મહેમાનોને સન્માનવા હાજર રહ્યો હતો.

ન્યૂઝ ચેનલ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવાનમાં આવ્યું હોય, સામે ગુજરાત સરકારનાં દિગ્ગજ ને્તા અને મંત્રી ઉપસ્થિતિ હોય અને પ્રશ્નનાં બાણો ન છુટે તેવું બને કદી, માટે જ આ મોકા પર પણ મંતવ્ય ન્યૂઝનાં એડિટર ઇન ચીફ દિપક રાજાણી દ્વારા સરકારનાં ઉર્જા મંત્રા સૌરભ પટેલને અનેક પ્રજા જોગ અને ખાસકરીને ગુજરાતનાં ઉદ્યોગો માટેનાં સવાલો સાથેની ચર્ચા પણ કરવામાં આવી હતી. ગુજરાત સરકાર અને મંત્રી શ્રી સૌરભ પટેલનાં ગુજરાતનાં ઉદ્યોગ અને ઉદ્યોગકારો માટેનાં પોઝીટીવ એપ્રોચથી ઉપસ્થિત સર્વેમાં સંતોષની લાગણી જોવા મળી હતી.

આવા મહત્વ પૂર્ણ પ્રસંગે હાલ જ ઉજવણી કરવામાં આવી તેવા ભારતનાં રાષ્ટ્રીય પર્વ 15મી ઓગસ્ટને તો કેમ વિસરાય. મા ભૌમને યાદ કરી એક વિશેષ અર્વાચીન સાંસ્કૃતીક કાર્યક્રમને પણ ઉપસ્થિત તમામ લોકોએ માણ્યો હતો.
મંતવ્ય ન્યૂઝ દ્વારા એનાયત કરવામાં આવેલા “The Leader” એવોર્ડથી ગુજરાતનાં સર્વશ્રેષ્ઠ ઉદ્યોગ સાહસીક ગૌતમભાઇ પટેલ, યોગેશ કુમાર, પ્રિતેશ શાહ અને અનુપમા શાહ, VITAL પટેલ, નાગેન્દ્ર ઝા, સચીન શાહ, કાંતિભાઇ ભૂવા, સૌરીન ભંડેરી, મલકેશ ઓઝા, બકુલ પંડ્યા, યતીન ગુપ્તે, મલ્કેશ પટેલ, ધરમશીભાઇ પટેલ, ચેતન કોન્ટ્રાક્ટર, જયંતીભાઇ પટેલ, ઇન્દ્રવદનભાઇ પટેલ, ફારૂક પટેલ, જતીન શાહ અને રોહિત શાહ, મનોજકુમાર હરિદાસ કોટક, હિતેશકુમાર શાહ, પ્રદિપ ગજ્જરે સન્માનીત કરવામાં આવ્યા હતા.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
https://www.facebook.com/mantavyanews/videos/512157002869044/
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
