Gujarat Local Body Election 2026/ મહેસાણામાં ચૂંટણી પછી મેયર પદ માટે મહિલાની થશે પસંદગી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહેસાણા મનપા ભાજપે કબ્જે કરી છે. હવે તેના મેયર ચૂંટવાના છે. તેમા આઠ મહિલા કોર્પોરેટરો વચ્ચે સ્પર્ધા છે. આ બેઠક પર પછાત જાતિના મેયરને અઢી વર્ષ માટે પસંદ કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે.

Top Stories Gujarat Others Breaking News

Mahesana News:  મહેસાણામાં ચૂંટણી પછી મેયર પદની પસંદગીની પ્રક્રિયા વેગવંતી બની છે. પ્રથમ અઢી વર્ષ માટે પછાત વર્ગની મહિલા મેયર બનશે. મહેસાણામાં ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરોમાં આઠ મહિલા કોર્પોરેટરો વચ્ચે મેયર પદ માટે સ્પર્ધા જામી છે. આ મહિલા કોર્પોરેટરોમા ભાવના પ્રજાપતિ અને નયના પ્રજાપતિનું નામ ચર્ચામાં છે. સોનલ ઓઝા અને મિત્તલ પ્રજાપતિ પણ આ મેયરના હોદ્દાની રેસમાં છે. આ સિવાય ગીતા ચૌધરી, ઉષા ચૌધરી અને ભારતી ઠાકોર પણ મેયર પદ માટેના દાવેદાર માનવામાં આવે છે.

આ બધા આઠેય મહિલા ઉમેદવારોની શૈક્ષણિક પ્રોફાઇલમાં જોઈએ તો બીએડ અને બીપીએડ સુધીનો વ્યાપ જોવા મળી રહ્યો છે. નવા મેયરની પસંદગી ચૂંટાયેલા સભ્યોની બોર્ડની બેઠકમાં બનશે. આ દરમિયાન ભાજપની અંદર વિવિધ મનપાના મેયર અને ડેપ્યુટી મેયર ચૂંટવા માટે સેન્સ મેળવવાની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. મહેસાણા મનપાના મેયર પદના હોદ્દા માટે અઢી વર્ષ સુધી પછાત જાતિની મહિલાની પસંદગી હશે તે સુનિશ્ચિત છે.

ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા પૂરી થઈ ગયા પછી અને ચાર અને છ તારીખે યોજાનારી ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં આ વિવિધ નામો પર મંજૂરીની મહોર મારવામાં આવી શકે છે. તેથી મહેસાણા મનપાને હવે મહિલા મેયર મળશે તે સુનિશ્ચિત છે.  કેન્દ્ર સરકાર મહિલાઓ માટે 33 ટકા અનામતની વાત કરી રહી છે ત્યારે ભાજપ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલી મહિલા કોર્પોરેટરોથી લઈને ચૂંટાયેલી મહિલા ઉમેદવારોને હોદ્દા સોંપે છે તેના પર આખા પક્ષની નજર છે. આગામી દિવસમાં આના પર વહેલામાં વહેલી તક નિર્ણય લેવાઈ શકે છે.


આ પણ વાંચો: ભાજપે ઉત્તર ગુજરાતમાં રાબેતા મુજબ દબદબો જાળવ્યો… જુઓ વિગતવાર પરિણામ

આ પણ વાંચો: રાજ્યની 34માંથી જિલ્લા પંચાયતમાં ભાજપની જીત

આ પણ વાંચો: આ પણ વાંચો: BJPની પ્રચંડ સુનામી, તમામ મનપામાં ક્લીન સ્વીપ