Ahmedabad News : પાલડીમાં પત્નીની હત્યા કરનારા પતિની પોલીસે ધરપકડ કરી છે. આ બનાવની વિગત મુજબ નારોલમાં રહેતા ગીતાબેન એલ.રબારીની દિકરી સોનલને અવારનવાર તેના પતિ સાથે ઘરખર્ચ બાબતે ઝઘડા થતા હતા. જેને પગલે ઉશ્કેરાયેલા પતિ અર્જુન એન.નાયકે પાલડીમાં લિધ્ધિ વિનાયક મંદિર પાછળ મેના ગુર્જરીના ગેટ પાસે પત્ની સોનલબેની છરીના તિક્ષ્ણ ઘા મારીને હત્યા કરી નાંખી હતી.
હત્યા બાદ વાસણામાં ગુપ્તાનગર ખાતે રહેતો અર્જુન ફરાર થઈ ગયો હતો. બીજીતરફ ઝોન-7 ના ડીસીપીના માર્ગદર્શન હેઠળ પાલડી પોલીસે ખેડાના કપડવંજ નવા બસ સ્ટેન્ડ પાસેથી આરોપી અર્જુનને ઝડપી લીધો હતો.
તપાસમાં આરોપી અર્જુન નાયક વિરૂધ્ધ કપડવંજ ચાઉન પોલીસ સ્ટેશનમાં 9 ગુના અને નડિયાદ રેલ્વે પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયેલો હોવાનું બહાર આવ્યું હતું.
આ પણ વાંચો:સરખેજ નજીક ગેરકાયદે ચાલતા હુક્કાબાર પર પોલીસનો દરોડો
આ પણ વાંચો:અમદાવાદમાં બિગ ડેડી હુક્કાબારમાં PCBના દરોડા
આ પણ વાંચો:સિંધુભવન રોડ પર ગેરકાયદે ચાલતા હુક્કાબાર પર પોલીસનો દરોડો
