Ahmedabad News/ અમદાવાદમાં 7 લાખની કોપર ચોરીનો ભેદ ઉકેલાયો, AMCના નામે ફરતી ગેંગ ઝડપાઈ

Duplicate AMC Employees: અમદાવાદમાં AMCના કર્મચારીઓની ખોટી ઓળખ આપી જેકેટ પહેરી BSNLના ડક્ટ તોડી કોપર વાયર ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. વાસણા પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી અન્ય સભ્યોની શોધખોળ શરૂ કરી છે.

Gujarat Top Stories Ahmedabad
Duplicate AMC Employees: 7 લાખના કોપર વાયર ચોરી કેસમાં ચાર ઝડપાયા

Ahmedabad News: અમદાવાદમાં AMCના નામે ખોટી ઓળખ આપી ચોરી કરતી ટોળકીનો(Duplicate AMC Employees) પર્દાફાશ થયો છે. આરોપીઓ AMCના કર્મચારીઓ જેવા દેખાવા માટે જેકેટ પહેરીને શહેરમાં ફરતા હતા અને તેનો લાભ લઈને ચોરીની ઘટનાને અંજામ આપતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

BSNLના ડક્ટ તોડી કોપર વાયરની ચોરી

આ ટોળકી ખાસ કરીને BSNLના ડક્ટને નિશાન (BSNL Cable Theft) બનાવતી હતી. આરોપીઓ ડક્ટ તોડી અંદરથી કિંમતી કોપર વાયર ચોરી કરીને ફરાર (Copper Wire Theft) થઈ જતા હતા. પ્રાથમિક માહિતી મુજબ, ટોળકીએ વિવિધ સ્થળોએથી અંદાજે રૂ. 7 લાખના કોપર વાયરની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.

Duplicate AMC Employees: વાસણા પોલીસે ચાર આરોપીઓને દબોચ્યા

આ મામલે વાસણા પોલીસે કાર્યવાહી કરીને ટોળકીના ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં આ માત્ર ચાર લોકોની ગેંગ નહીં પરંતુ આઠથી વધુ સભ્યો ધરાવતી ટોળકી હોવાનું પણ સામે આવ્યું છે.

અન્ય આરોપીઓની શોધખોળ શરૂ

પોલીસે ધરપકડ (Ahmedabad Police) કરાયેલા આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને ચોરીમાં સંડોવાયેલા અન્ય સભ્યોની શોધખોળ હાથ ધરી છે. ટોળકીએ અમદાવાદના અન્ય વિસ્તારોમાં પણ આવી જ રીતે ચોરી કરી છે કે કેમ અને ચોરાયેલો કોપર વાયર કોને વેચવામાં આવ્યો હતો, તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.


આ પણ વાંચો: રાજકોટમાં 16 વર્ષની સગીરાને ભગાડી અમદાવાદ લઈ ગયા, દુષ્કર્મ કેસમાં બે આરોપી ઝડપાયા

આ પણ વાંચો: આણંદમાં રજાઓની ખુશી માતમમાં ફેરવાઈ! રિસોર્ટના પૂલમાં ડૂબી બે બાળકોના મોત

આ પણ વાંચો: ભાવનગરમાં સ્વામિનારાયણ ગુરુકુળના સંચાલકને બ્લેકમેલ કરવાનો આરોપ, રૂ.5 કરોડની માંગણીથી ચકચાર