Mehsana/ મહેસાણામાં સ્ટેટ મોનીટરીંગ સેલનો સપાટો, ડબ્બા ટ્રેડિંગ ઝડપાયુ

મહેસાણામાં સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ની ટીમે ગોરખધંધા પર સપાટો બોલાવ્યો. વડનગરના છાબલિયા ગામ પાસે ડબ્બા ટ્રેડિંગનો ગોરખધંધો ચાલતો હતો.

Top Stories Gujarat Others

Mehsana News: મહેસાણામાં સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ની ટીમે ગોરખધંધા પર સપાટો બોલાવ્યો. વડનગરના છાબલિયા ગામ પાસે ડબ્બા ટ્રેડિંગનો ગોરખધંધો ચાલતો હતો. SMCની ડબ્બા ટ્રેડિંગના ચાલતા ગોરખધંધા ઉપર સપાટો બોલાવતા શંકાસ્પદ સ્થાનો પર દરોડા પાડ્યા. આ દરોડામાં કુલ 4 આરોપી ઝડપાયા જયારે અન્ય 5 આરોપીઓ ફરાર થઈ ગયા.

પ્રાપ્ત વિગત મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે કાર્યવાહી કરતાં એક સાથે બે સ્થળે ખેતરમાં ચાલતા ડબ્બા ટ્રેડિંગ ઝડપાયા. SMCની ટીમે વડનગર અને સતાલસણના સ્થળો પર દરોડા પાડ્યા. જયાં એસએમસની ટીમે વડનગરના છાબલિયા ગામ પાસે ડબ્બા ટ્રેડિંગ ઝડપાયુ તેમજ સતલાસણાના જસપુર ગામ નજીકથી પણ ડબ્બા ટ્રેડિંગના નામે કરાતા ગોરખધંધાનો પર્દાફાશ કર્યો. આજકાલ લોકો શેરબજારમાં વધુ રસ લેતા હોવાથી તેમાં રોકાણ કરવા જણાવ્યું. ગોરખધંધો કરનાર માર્કેટ પ્લસ નામની એપ્લિકેશનથી લોકોને ફસાવતા હતા. શેરના વેપારમાં ખોટી કંપનીના નામ ધારણ કરી મોટા રૂપિયાનું રોકાણ કરાવતા. આ મામલે મળેલ બાતમીના આધારે એસએમસની ટીમે દરોડા પાડી શેર બજારના નામે લોકોને ફસાવી રૂપિયા પડાવવાનો કારસ્તાનનો પર્દાફાશ કર્યો. એસએમસની એકસાથે બે સ્થાનો પર દરોડા પાડ્યા. બે સ્થળે પાડેલા દરોડામાં કુલ 4 આરોપી ઝડપાયા અને 5 ફરાર થવામાં સફળ થયા. જો કે ફરાર થયેલા 5 આરોપીઓની શોધખોળ ચાલુ છે. છેતરપિંડી મામલે સતલાસણા અને વડનગર પોલીસ સ્ટેનમાં ગુના નોંધાયા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  SMC ચકચારિત લીલ કૌભાંડ તમામ આરોપીઓ શંકાના લાભે નિર્દોષ

આ પણ વાંચો: રાજકોટમાં SMCની મોટી કાર્યવાહી, જાણો કેવી રીતે લાખોની કિંમતનો દારૂ ઝડપ્યો

આ પણ વાંચો: અમદાવાદમાં SMCએ દારૂનો જથ્થો ઝડપ્યો, બેની ધરપકડ, અન્ય ફરાર