@રાબિયા સાલેહ સુરત
Surat News:સુરત મહાનગર પાલિકાના ફાઈલેરીયા વિભાગના વિવાદિત લીલ વેલ મામલામાં દાખલ થયેલા લાંચ, ઠગાઈ અને કુટલેખનના ગુનામાં 28 વર્ષે ચાલેલી કાનુંની લડત બાદ હવે વળાંક આવ્યો છે બીજા એડિશનલ સેશન્સ જજ અને સ્પે. ACB કોર્ટના જજ આર. આર. ભટ્ટે ચુકાદો સંભળાવ્યો હતો.જો કે ફરિયાદ પક્ષે થયેલા પુરાવા શંકાસ્પદ વિરોધાભાષી અને નબળા જણાઈ આવતા કોર્ટ દ્વારા મનપાના 14 કર્મચારીને શંકાનો લાભ આપી છોડી મૂકવામાં આવ્યા છે. આ કાનૂની કાર્યવાહી દરમિયાન અન્ય 3 આરોપીના મોત થયા હતા.
આમ જોઈએ તો સુરત મનપાના ભ્રષ્ટ અધિકારીઓની લાંબી લીસ્ટ છે પરંતુ અધિકારીઓએ બોગસ પેઢી બનાવવી ટેન્ડર લઈ પોતાનું ખિસ્સું ગરમ કર્યું હતું સમગ્ર મામલા ની વાત કરીએ તો 1999માં સુરત મ્યુ કોર્પોરેશન તરફથી સુરત પૂર્વ ઝોન વિસ્તારની દુષિત ખાડીઓ માંથી લીવ વેલ વોટર હાઈટ સૌઠ અને અન્ય ન્યુસન્સ દુર કરવાના કામ લેબર કોન્ટ્રાક્ટર પદ્ધતિ નક્કી કરવામાં આવ્યા હતા.જેમાં તમામ આરોપીઓએ એકબીજાના સાઠગાંઠ માં આ કામ મેળવી આર્થિક લાભ મૈળવવાના નાપાક ઇરાદે ખેલ પાડ્યો હતો. અને પોતાની ખુરશી અને હોદ્દા નો દૂર ઉપયોગ કરવામાં આવ્યો હતો.આ સાથે જ.તેમજ નિયમો વિરૂદ્ધ ટેન્ડર નોટિસ પ્રસિદ્ધ કરાવી કે, પી. એન્ડ કંપની અને એલો પટેલ નામની કાલ્પનીક વ્યક્તિના નામથી પેઢી બનાવી બંને બોગસ પેઢીના નામથી ટેન્ડર ભરી ભ્રષ્ટાચાર કર્યો હોવાનો પુરાવો આપ્યો હતો.
પાલિકા માં કોભાંડ થવું કોઈ આશ્ચર્ય ની વાત નથી , પાલિકાના 17 કર્મીની સંડોવણી સામે આવતા કાયૅવાહી કરવામાં આવી હતી ,એમાં પણ કેપી એન્ડ કંપનીનો ટેન્ડર ભરી સગવડ કરી આપવાં ના કામ ની ચર્ચા એ પણ જે તે વખતે જોર પણ પકડ્યું હતું.કારણ કે જરૂરિયાત અને લાયકાત ધરાવતા બીજા ટેન્ડરો ને દબાવવાના પ્રયાસ થતાં પરંતુ કૌભાંડ ને અંજામ આપવા અધિકારીઓએ છળકપટથી નામંજુર ને મંજુર કર્યું અને કાલ્પનીક વ્યક્તિના નામે ખોટા કરારો કરી ખોટા દસ્તાવેજો ઉભા કરી બેંકમાં ખોટા ખાતા ખોલાવીને લીવ વેલ વોટર હાઈટ સૌઠ એટલે કે જળકુંભી નો ત્રાસ દુર કરવાની કામગીરી પોતાની બોગસ પેઢીને મળે અને તમામ કામો પણ કાગળ પર દર્શાવવામાં આવ્યા હતા ભ્રષ્ટ અધિકારીઓએ તા.1-1-1997 થી 14-1-1999થી સુધીમાં કુલ રૂ.89.21 લાખના બીલો મંજુર કરાવીને વિવિધ બેંકમાં ખાતાઓ ખોલાવી તેમા કૌભાંડ આચરેલા નાણા જમા કરાવ્યા હતા.
એટલુજ નહિ આ રકમ પોતાના અંગત કામમાં વાપરી પાલિકા સાથે ઠગાઈ આચરી હોવાનું તે સમયે સામે આવ્યું હતું. આ સમગ્ર પ્રકરણ બહાર આવતા પાલિકાના કાયદા અધિકારી નવીન ચૌહાણે પાલિકાના ફાઈલેરીયા તેમજ હેલ્થ વિભાગના ત્રણ અધિકારી સહિત 17 કર્મચારીઓ સામે ઠગાઈ, કુટલેખન અને લાંચનો ગુનો નોંધવામાં આવ્યો હતો.જો કે સમગ્ર કેસ દરમિયાન ત્રણ અધિકારીઓના પણ મોત થયા હોવાનું નોંધાયું હતું.. કૌભાંડના કેસ ની કાર્યવાહી સુરત કોર્ટમાં ચાલી રહી હતી. આ ઈન્સાફી કાર્યવાહી દરમિયાન 62 સાહેદો અને 73 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરાયા હતા. આ ઉપરાંત 17 પૈકી ત્રણ અધિકારીના મોત થયા હતા. દરમિયાન બચાવ પક્ષ તરીકે સિનીયર વકીલ ગૌતમ દેસાઈ, કિરીટ પાનવાલા અને ઉજ્જવલ દેસાઈએ દલીલો કરી હતી. આ કેસમાં ફરિયાદ પક્ષ કેસ પુરવાર કરવામાં નિષ્ફળ જતા તમામ ને કોર્ટે આરોપીઓ માત્ર શંકાનો લાભ મળ્યો છે.
આ પણ વાંચો:સુરતમાં દેહ વ્યાપારના રેકેટનો મુખ્ય સુત્રધાર ઝડપાયો
આ પણ વાંચો:સુરતના સરથાણામાં બનાવશે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, મનપા કરશે 103 કરોડનો ખર્ચ
આ પણ વાંચો:સુરતમાં હીરા ઉદ્યોગમાં નોકરી છીનવાતા રત્નકલાકાર બન્યો ચોર, વાહનચોરી કરતા ઝડપાયો